સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત નહીં, પણ એક ભારતીયની હાજરી તો છે જ!

દુબઈ: રવિવાર, 20મી ઑક્ટોબરે અહીં મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં રમાનારી ફાઇનલ (સાંજે 7.30 વાગ્યાથી)માં ભારતીય ટીમની હાજરી તો નહીં હોય, પણ એક ભારતીયની ભૂમિકા આ ફાઇનલમાં જરૂર હશે.

આ ફાઇનલ ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પણ નહોતી પહોંચી શકી.

વાત એવી છે કે ભારતનાં 56 વર્ષની ઉંમરનાં જી. એસ. લક્ષ્મીને આ ફાઇનલ માટે મૅચ-રેફરી તરીકે નીમવામાં આવ્યાં છે. તેમને મૅચ-રેફરી તરીકેનો સારો અનુભવ છે. શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી સેમિ ફાઇનલમાં તેઓ જ મૅચ-રેફરી હતાં. એ અગાઉ, આ જ વર્લ્ડ કપની સાત લીગ મૅચમાં પણ તેઓ મૅચ-રેફરી તરીકે હતાં. ફાઇનલ માટેની અમ્પાયર્સમાં ઑસ્ટ્રેલિયાનાં ક્લેર પૉલોસેક તથા શ્રીલંકાનાં નિમાલી પરેરાનો સમાવેશ છે. થર્ડ અમ્પાયર તરીકે ઇંગ્લૅન્ડનાં ઍના હૅરિસ અને ફોર્થ અમ્પાયર તરીકે જૅકલિન વિલિયમ્સ છે.

આ પણ વાંચો : મહિલા વર્લ્ડકપ 2024: સાઉથ આફ્રિકા પહોંચ્યું ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર

Not India in the Women's World Cup final, but an Indian presence!
Times of India

જી. એસ. લક્ષ્મી 56 વર્ષનાં છે. 2019માં (પાંચ વર્ષ પહેલાં) તેઓ આઇસીસીના આંતરરાષ્ટ્રીય મૅચ-રેફરીઓની પૅનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા બન્યાં હતાં.

લક્ષ્મીને ક્યારેય ભારત વતી નહોતું રમવા મળ્યું, પણ ડોમેસ્ટિક મૅચોમાં ફાસ્ટ બોલર તરીકે તેમનું સારું યોગદાન હતું. તેઓ રેલવે વતી રમ્યા હતા. 1999માં ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ભારતીય સ્ક્વૉડમાં લક્ષ્મીનું નામ હતું, પણ તેમને રમવા નહોતું મળ્યું. ભૂતપૂર્વ કૅપ્ટન ડાયના એદલજી અને વર્તમાન ચીફ સિલેક્ટર હેમલતા કાલા સાથે ડ્રેસિંગ-રૂમ શૅર કરી ચૂકેલા આંધ્ર પ્રદેેશનાં બ્રાહ્મણ પરિવારના ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મીએ 2004માં ખેલાડી તરીકેની કરીઅર પર પડદો પાડ્યો હતો. ત્યાર બાદ તેઓ કોચ બન્યાં હતાં અને ત્યાર બાદ તેમને મૅચ-રેફરી બનવા મળ્યું હતું. તેમણે પાંચ વર્ષ પહેલાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને પહેલી વાર આઇસીસીની મૅચ-રેફરી બનવા મળ્યું ત્યારે પુરુષ વર્ગમાં ઘણાને મારી કાબેલિયત વિશે શંકા હતી કે આ તો મહિલા છે…જવાબદારી બરાબર સંભાળી શકશે કે કેમ? જોકે મારું દૃઢપણે માનવું છે કે પુરુષ હોય કે મહિલા, કોઈ ફરક ન પડે. તે પોતાનું કામ કેવી રીતે બરાબર કરી શકે છે એ સૌથી મહત્ત્વનું છે. મારો એક ધ્યેય છે, હું મહિલાઓના વર્લ્ડ કપની ફાઇનલ માટેની મૅચ-રેફરી બનવા માગું છું.’

લક્ષ્મીને 2022માં મહિલાઓના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં મૅચ-રેફરી બનવા મળ્યું ત્યાર પછી ફરી એકવાર તેમને વર્તમાન ટી-20 વિશ્ર્વ કપની ફાઇનલમાં મૅચ-રેફરી બનવાનો મોકો મળ્યો હતો. એટલું જ નહીં, પુરુષોની વન-ડેમાં પણ તેમને મૅચ-રેફરી બનવાની તક મળી ચૂકી છે.

2019માં લક્ષ્મીને રૅમન મૅગ્સેસે અવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. બૂકર પ્રાઇઝથી પણ તેમની નવાજેશ થઈ હતી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker