સ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગ માટે કયા બે શહેરો શૉર્ટલિસ્ટ કરાયા?

મુંબઈ: મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની પ્રથમ સિઝન 2023માં માત્ર મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ હતી, પરંતુ આ વખતે બીસીસીઆઇએ નવા બે શહેરોને શૉર્ટલિસ્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પહેલી જ સિઝનમાં અત્યંત લોકપ્રિય બની ગયેલી ડબ્લ્યુપીએલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. આ વખતની સિઝન 22 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે એવું હાલમાં નક્કી થયું હોવાનું મનાય છે.


ઇએસપીએનક્રિકઇન્ફોને જાણવા મળ્યું હતું કે ડબ્લ્યુપીએલ-2024નો પ્રથમ તબક્કો બૅન્ગલુરુમાં રમાશે, જ્યારે નૉકઆઉટ મુકાબલા સહિતની બીજા ભાગની મૅચો દિલ્હીમાં રમાશે. મહિલા ક્રિકેટરોની પાંચ ટીમવાળી આ ટુર્નામેન્ટની કુલ બાવીસ મૅચોને બે ભાગમાં (બે શહેરોમાં) વહેંચી દેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાવીસમી માર્ચથી આઇપીએલ-2024 શરૂ થશે એ પહેલાંથી જ આ બંને શહેરો (બૅન્ગલુરુ અને દિલ્હી)ની પિચો મેન્સ ટીમો માટે ફ્રેશ રાખી શકાશે.


બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે તાજેતરમાં જ કહ્યું હતું કે ડબ્લ્યુપીએલની બીજી સિઝનની મૅચો માત્ર એક રાજ્યમાં રાખવાનો અમારો વિચાર છે કે જેથી મૅચોના આયોજનની બાબતમાં કોઈ તકલીફ ન પડે.
જોકે બીસીસીઆઇએ નક્કી કર્યું હતું કે ડબ્લ્યુપીએલ માટે બે સ્થળ રાખવાનો વિકલ્પ સારો બની રહેશે. હવે સવાલ એ પણ છે કે બૅન્ગલુરુના એક મોટા સ્થળ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ) અને દિલ્હીના એક મોટા સ્થળ (અરુણ જેટલી સ્ટેડિયમ)માં મૅચો રખાશે તો પ્રત્યેક સ્થળે સતત 10થી વધુ દિવસ સુધી મૅચો રાખવી પડશે. અત્યાર સુધીમાં ક્યારેય આઇપીએલમાં કે ડબ્લ્યુપીએલમાં સતતપણે બે કરતાં વધુ દિવસ મૅચો નથી રમાઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…