મહિલા હૉકીમાં ભારતનો સપાટોઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાન સામે મૅચ ડ્રૉ, હવે ચીન સામે ફાઇનલ

હાન્ગ્ઝોઉ (ચીન): શનિવારે મહિલાઓની હૉકી એશિયા કપ સુપર-ફોર મૅચમાં ભારત અને જાપાન વચ્ચેની મૅચ ભારે રસાકસીમાં 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાન (japan)ને ફાઇનલની રેસની બહાર કરીને ભારતે (india) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં રવિવારે ભારતનો યજમાન ચીન સામે મુકાબલો થશે.
ભારતને ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાન સામે માત્ર ડ્રૉની જરૂર હતી અને એમાં ભારતે સફળતા મેળવી હતી. ભારત વતી એકમાત્ર ગોલ બ્યૂટી ડુન્ગ ડુન્ગે સાતમી મિનિટમાં કર્યો હતો. જાપાનની શિહોએ 58મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1થી બરાબરીમાં લાવી દીધો હતો. મૅચ ડ્રૉમાં ગઈ એટલે જાપાન આઉટ થઈ ગયું અને ભારતનો ફાઇનલ (final)નો રસ્તો મોકળો થઈ ગયો.
ચીન સામેની સુપર-ફોર મૅચમાં કોરિયા જો ચીન સામે બે ગોલના તફાવતથી જીત્યું હોત તો ભારતને બદલે કોરિયા ફાઇનલમાં ગયું હોત. જોકે ચીને કોરિયાને 1-0થી હરાવી દીધું અને ચીનનો ફાઇનલમાં ભારત સામેનો મુકાબલો નક્કી થઈ ગયો.
સુપર-ફોર પૉઇન્ટ્સમાં ચીન નવ પૉઇન્ટ સાથે મોખરે રહ્યું, જ્યારે ભારત ચાર પૉઇન્ટ સાથે બીજા નંબરે હતું એટલે ફાઇનલમાં તેઓ પહોંચી ગયા.
આ પણ વાંચો…મુખ્ય દેશોની ટી-20 માં ઇંગ્લૅન્ડ 300 રન સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો…