સ્પોર્ટસ

શુભમન ગિલનું અફેર કોની સાથે ચાલી રહ્યું છે, જાણો નવા સમાચાર

લંડનઃ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટર શુભમન ગિલ અત્યારે તેના મ્યુઝિક વીડિયોમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના નવોદિત બેટરમાં સૌથી વધુ ચર્ચામાં તેની ફ્રેન્ડ સારા અલી ખાન કે સારા તેંડુલકરને લઈને રહે છે.

ગિલ ટૂંક સમયમાં એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. શુભમન ગિલ લંડનમાં રાઘવ શર્મા, અવનીત કૌર અને અંશુલ ગર્ગની સાથે જોવા મળશે. શુભમનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જ્યારે તેના પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરમાં ગિલની સાથે રાઘવ શર્મા અને બોલીવૂડની અભિનેત્રી અવનીત કૌર નજરે જોવા મળ્યા હતા. તસવીરો વાઈરલ થયા પછી શુભમન ગિલ અને અવનીતની વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. એના અગાઉ શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરની સાથે જોડવામાં આવ્યું હતું, તેનાથી લોકો પરેશાન છે.

વાસ્તવમાં શુભમન ગિલ જે મ્યુઝિક વીડિયોમાં કામ કરવાનો છે, તેમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે રાઘવ શર્મા અને અવનીત કૌર જોવા મળી શકે છે, ત્યારે ગિલ પણ આ વીડિયોની તૈયારી કરી રહ્યો છે. બોલીવૂડની અભિનેત્રી અવનીત કૌર અને શુભમન ગિલની વચ્ચે કોઈ અફેર નથી, પરંતુ બંને એકબીજાને કામકાજને કારણે મળે છે. અવનીત કૌરે તાજેતરમાં રાઘવ શર્માને બર્થડે વિશ કરી હતી, જ્યારે તેની તસવીર પણ શેર કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button