સ્પોર્ટસ

Wimbledon 2024: વિમ્બલ્ડનનો તાજ જીતનાર બની જશે ‘કરોડોપતિ’: ઇનામી રકમમાં તોતિંગ વધારો કરાયો

લંડન: ટેનિસની રમતમાં વર્ષ દરમ્યાન ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ રમાય છે અને એમાં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય સ્પર્ધા ગણાય છે. બ્રિટનની આ સ્પર્ધાના આયોજકોએ આ વખતે ખેલાડીઓ માટેની ઇનામી રકમમાં તોતિંગ વધારો કર્યો છે. પુરુષ અને મહિલા વર્ગમાં ચૅમ્પિયન બનનાર ખેલાડીને એકસરખી સર્વોચ્ચ ઇનામી રકમ મળશે. વિમ્બલ્ડનનો તાજ જીતનાર ખેલાડી માટેની પ્રાઇઝ મનીમાં 14.9 ટકા (3,50,000 પાઉન્ડ)નો વધારો કરીને 2.7 મિલ્યન પાઉન્ડ (અંદાજે 29 કરોડ રૂપિયા) કરવામાં આવી છે. એટલે કે, પુરુષ કે મહિલા બેમાંથી જે પણ વર્ગમાં ખેલાડી ફાઇનલ જીતશે તેને ભારતીય ચલણ અનુસાર ગણીએ તો 29 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો: Rafael Nadal : નડાલ કઈ ટૂર્નામેન્ટ માટે થઈને વિમ્બલ્ડનમાં રમવાનું રદ કરવા વિચારે છે? કારણ બહુ રસપ્રદ છે

વિમ્બલ્ડન સ્પર્ધા ઑલ ઇંગ્લૅન્ડ ક્લબ દ્વારા યોજવામાં આવે છે અને આ વખતની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ માટેની કુલ ઇનામી રકમનો આંકડો હવે 50 મિલ્યન પાઉન્ડ (534 કરોડ રૂપિયા) કરવામાં આવ્યો છે જે ગયા વર્ષની તુલનામાં 5.3 મિલ્યન પાઉન્ડ (57 કરોડ રૂપિયા)નો વધારો દર્શાવે છે.

10 વર્ષ પહેલાં વિમ્બલ્ડન સ્પર્ધામાં કુલ ઇનામી રકમનો આંકડો પચીસ મિલ્યન પાઉન્ડ (267 કરોડ રૂપિયા) હતો જે હવે બરાબર બમણો થઈ ગયો છે.

આ પણ વાંચો: French Open : Djokovic જૉકોવિચ પૅરિસમાં પરેશાન…કડવો નિર્ણય છેવટે લેવો પડ્યો: નંબર-વન રૅન્ક પણ ગુમાવશે

ક્લબનાં નવાં ચૅરપર્સન દેબારાહ જેવાન્સે કહ્યું હતું કે આ વખતે વિમ્બલ્ડન માટે ટિકિટની જે ડિમાન્ડ છે એવી અગાઉ ક્યારેય નહોતી.

પહેલા રાઉન્ડમાં હારી જનાર (પુરુષ કે મહિલા) ખેલાડીને 60,000 પાઉન્ડ (64 લાખ રૂપિયા) મળશે.
એ ઉપરાંત, ક્વૉલિફાઇંગ મૅચો માટેની પ્રાઇઝ મનીમાં પણ કુલ 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો