મુંબઈ: આઇપીએલમાં જીતવાનું મોડે મોડેથી શરૂ કરવાની મુંબઈ ઇન્ડિયન્સની પરંપરા રહી છે. જોકે સોમવાર, પહેલી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) હાર્દિક પંડ્યાની ટીમ આ સીઝનમાં પોતાની પહેલી બન્ને મૅચ હાર્યા પછી હવે પ્રથમ જીત નોંધાવે એ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો કહેવાય, કારણકે આ મૅચ વાનખેડેમાં રમાવાની છે અને અહીંની પિચ બૅટર્સ માટે સ્વર્ગ મનાય છે.
બીજી તરફ, મુંબઈની મૅચ એવી ટીમ સામે છે જેનો હિસાબ ઊલટો છે. સંજુ સૅમસનના સુકાનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ પહેલી બન્ને મૅચ જીતી ચૂકી છે અને હવે વાનખેડેમાં મુંબઈને પણ હરાવીને વિજયની હૅટ-ટ્રિક કરવા મક્કમ છે.
મુંબઈએ આ વખતે બે મૅચમાં 14 પ્લેયરને ઉપયોગમાં લઈ લીધા છે. જોકે લ્યૂક વૂડને 17 વર્ષના ક્વેના મફાકાના સ્થાને લેવાશે તો નવાઈ નહીં લાગે.
મુંબઈની ટીમ રાજસ્થાન સામેની છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીતી છે. બીજું, 2023માં મુંબઈએ વાનખેડેની સાતમાંથી પાંચ લીગ મૅચ જીતી લીધી હતી.
જસપ્રીત બુમરાહ અને રાજસ્થાનના હેટમાયર વચ્ચે રસાકસી થવાની સંભાવના પાક્કી છે, પરંતુ રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ અને જૉસ બટલર હજી આ વખતે અસલ ફૉર્મમાં નથી રમ્યા એટલે મુંબઈ સામે વાનખેડેમાં તેઓ પાછા ફૉર્મમાં ન આવે એનું હાર્દિક ઍન્ડ કંપની ખાસ ધ્યાન રાખશે.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે