મોહમ્મદ શમીએ વન-ડે અને ટી-20ને કહી દેશે અલવિદા? રિપોર્ટમાં મોટો દાવો
મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 અને વન-ડે શ્રેણી માટેની ટીમમાં સ્થાન નથી મળ્યું, કારણ કે શમીને ઘૂંટણમાં સમસ્યા છે. જો કે, મોહમ્મદ શમી આવનારા સમયમાં વ્હાઇટ બોલ ફોર્મેટમાં રમશે કે નહીં તે અંગે એક રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શમીએ વનડે વર્લ્ડ કપ-2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે સાત મેચમાં 24 વિકેટ લીધી અને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર શમી હતો. જો કે, મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 અને વનડે શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સ્થાન મળ્યું નથી, કારણ કે શમીને પગની ઘૂંટીમાં સમસ્યા છે. જો કે, મોહમ્મદ શમી આવનારા સમયમાં વ્હાઇટ બોલ ફોર્મેટમાં રમશે કે નહીં તે અંગે એક રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. જેનાથી મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
ભારતે દક્ષિણ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે અને તે પછી ટીમ ઇન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઇંગ્લેન્ડની યજમાની કરવાની છે. રેડ બોલ ક્રિકેટમાં ‘અમરોહા એક્સપ્રેસ’ની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે, આથી શમી હાલ પૂરતું વ્હાઇટ બોલ ક્રિકેટથી દૂર રહેશે.
ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, “શમી આવતા વર્ષે T20 વર્લ્ડ કપ રમશે કે કેમ તે તેના ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રદર્શન પર નિર્ભર રહેશે, તેણે ગુજરાત ટાઇટન્સ માટે 2 સિઝનમાં સારું પ્રદર્શન આપ્યું છે.” હાલમાં શમીનું ધ્યાન સંપૂર્ણપણે સ્વસ્થતા મેળવવા પર છે. મોહમ્મદ શમીને તાજેતરના ODI વર્લ્ડ કપની પ્રથમ ચાર મેચમાં સામેલ કરાયો ન હતો. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં ફોલો-થ્રુ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો ત્યારે તેના રિપ્લેસમેન્ટમાં શમીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી.