વેલિંગ્ટન ટેસ્ટનો પહેલો દિવસ ન્યૂઝીલેન્ડના નામે, વેસ્ટ ઇન્ડીઝ માત્ર આટલા રનમાં ઓલઆઉટ

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ આજે બુધવારથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે શરુ (West indies vs New Zealand) થઇ છે. પહેલા દિવસને અંતે ન્યુઝીલેન્ડ મજબુત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ ફક્ત 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેમાં શાઈ હોપ સૌથી વધુ 48 રન બનાવી શક્યો, જ્યારે ન્યુઝીલેન્ડમાં બ્લેર ટિકનરે 4 વિકેટ ઝડપી. પ્રથમ દિવસના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર થી 24/0 છે.
ન્યુઝીલેન્ડની શાનદાર બોલિંગ:
ટિકનરે પહેલા સેશનમાં બે વિકેટ લીધી, તેણે વેસ્ટ ઇન્ડીઝના બ્રાન્ડન કિંગને 33 રન પર આઉટ કર્યો અને પછી કેવેમ હોજને શૂન્ય રન પર પવેલિયન પરત મોકલ્યો.
માઈકલ રેએ ઓપનર જોન કેમ્પબેલને 44 રને આઉટ કરીને તેના ટેસ્ટ કરિયરની પહેલી વિકેટ લીધી, જો કે બીજી તરફ શાઈ હોપ સારું પ્રદર્શન કરી રહ્યો હતો, તે ફિફ્ટીની નજીક પહોંચ્યો પણ ટિકનરે તેને 48 રન પર આઉટ કર્યો.
ત્યાર બાદ બાદ કેપ્ટન રોસ્ટન ચેઝ, જસ્ટિન ગ્રીવ્સ અને કેમાર રોચની વિકેટ ઝડપથી પડી ગઈ. ગ્લેન ફિલિપ્સે ટેવિન ઇમલાચને આઉટ કર્યો.
ડેવોન કોનવે એન્ડરસન ફિલિપને રન આઉટ કર્યો ત્યાર બાદ જેકબ ડફીએ જેડેન સીલ્સને શૂન્ય રને આઉટ કર્યો, આ સાથે વેસ્ટ ઇન્ડિઝની પહેલી ઇનિંગનો અંત આવ્યો.
ન્યુઝીલેન્ડને ઝટકો લાગ્યો:
ન્યુઝીલેન્ડ તરફથી ટોમ લાથમ અને ડેવોન કોન્વે ઓપનીંગ કરવા આવ્યા, દિવસના અંતે લાથમ 7 અને કોન્વે 16 બનાવીને અણનમ છે.
પહેલા દિવસ દરમિયાન ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો. બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસમાં બ્લેર ટિકનરને ખભાની ઇજા થઇ, જેને કારણે મેદાનની બહાર જવું પડ્યું. ટિકનરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
નાથન સ્મિથ, મેટ હેનરી, કાયલ જેમીસન, મિચ સેન્ટનર અને ટોમ બ્લંડેલ જેવા ન્યુઝીલેન્ડના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં હવે ટિકનર પણ જોડાયો છે.
આપણ વાંચો: ત્રીજી એશિઝ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમની તાકાત વધી: આ ખેલાડી કરશે કમબેક



