સ્પોર્ટસ

WI Vs ENG T20: વેસ્ટ ઇન્ડિઝ સામે બટલરની તોફાની ઇનિંગ, ઇંગ્લેન્ડ સાત વિકેટથી જીત્યું

બ્રિજટાઉનઃ ઈંગ્લેન્ડે બીજી ટી-20 (WI Vs ENG T20) વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. પાંચ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડે બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી. કેપ્ટન જોસ બટલરની શાનદાર બેટિંગના કારણે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતુ. ટાર્ગેટનો પીછો કરતા ઇગ્લેન્ડના કેપ્ટન બટલરે 45 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 83 રન ફટકાર્યા હતા.

બાર્બાડોસમાં રમાયેલી સીરિઝની બીજી ટી-20 ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 158 રન કર્યા હતા.

આ પણ વાંચો: Women’s Asian Champions Trophy: હોકીમાં ભારતે મલેશિયાને 4-0થી હરાવ્યું

દરમિયાન કેપ્ટન રોવમેન પોવેલે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 41 બોલમાં 2 ફોર અને 2 સિક્સરની મદદથી 43 રન ફટકાર્યા હતા. આ સિવાય ટીમના અન્ય તમામ બેટ્સમેન લગભગ ફ્લોપ રહ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મૂસલી, લિવિંગસ્ટોન અને શાકિબે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય આદિલ રાશિદ અને જોફ્રા આર્ચરે 1-1 વિકેટ લીધી હતી.

ટાર્ગેટનો પીછો કરતા જોસ બટલરે ઇંગ્લેન્ડ માટે શાનદાર ઇનિંગ રમી હતી, જેના પરિણામે ટીમે માત્ર 14.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 161 રન કરી જીત મેળવી હતી. બટલરે 45 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 83 રન કર્યા હતા.
ઈંગ્લેન્ડને પહેલો ફટકો ફિલ સોલ્ટના રૂપમાં લાગ્યો હતો જે પહેલા બોલ પર જ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે જોસ બટલર અને વિલ જેક્સે 129 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો: IND Vs SA: ગંભીર અંગે ઈન્ડિયન સ્પિનર વરુણ ચક્રવર્તીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

વિલ જેક્સે 29 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રન કર્યા હતા. આ પછી જોસ બટલર પણ 13મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ જેકબ બેથેલ અને લિયામ લિવિંગસ્ટોને 31 રન (13 બોલ)ની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker