સ્પોર્ટસ
સાત્વિક-ચિરાગ કેમ ખેલરત્ન પુરસ્કાર લેવા ન આવી શક્યા?

નવી દિલ્હી: દેશના સૌથી શ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર ઍથ્લીટો અને પ્લેયરોને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂના શુભહસ્તે ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય ખેલકૂદ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે ગયા વર્ષના બૅડમિન્ટનના ડબલ્સના વર્લ્ડ નંબર-વન સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ મલેશિયામાં ટુર્નામેન્ટમાં રમવા ગયા હોવાથી પાટનગર દિલ્હીના સમારંભમાં હાજરી નહોતા આપી શક્યા.
જોકે પેસ બોલર મોહમ્મદ શમી સહિત અનેક પ્લેયરો અને ઍથ્લીટોને અર્જુન અવૉર્ડ એનાયત કરાયા હતા.