સોશિયલ મીડિયા પર Sarfraz Khanના પિતાના જેકેટની ચર્ચા કેમ થઈ રહી છે?
રાજકોટ ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરીને પોતાના નામનો ડંકો વગાડનાર ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન Sarfraz Khanને દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતો હોય છે અને એની સાથે સાથે જ તેના પિતા પણ એકદમથી લાઈમલાઈટમાં આવી ગયા છે. અત્યારે સોશિયલ મીડિયા પર સરફરાઝના પિતા નૌશાદ ખાનના જેકેટનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં બસ એની જ ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં જોવા મળે છે કે સરફરાઝને ડેબ્યુ કેપ મળતાં જ સરફરાઝના પિતા નૌશાદે તેને ગળે લગાવ્યો હતો અને અને તેમના જેકેટ પર ખૂબ જ સુંદર મેસેજ લખેલો હતો. આવો જોઈએ શું છે આ મેસેજ…
નૌશાદના જેકેટ પર લખેલું હતું હતું Circket Is (Gentment) Everyone’s Game… આ મેસેજ એટલા માટે ખાસ છે કારણ કે એક સમયે ક્રિકેટને જેન્ટલમેનની ગેમ માનવામાં આવતી હતી. ક્રિકેટના ઈતિહાસ વિશે વાત કરીએ તો આ રમત અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેને ખૂબ જ ખર્ચાળ માનવામાં આવતી હતી. પરિણામે તેને જેન્ટલમેન ગેમ કહેવામાં આવતી હતી. પરંતુ નૌશાદના જેકેટ પાછળ લખેલા આ સંદેશાને જોતા તેઓ ખૂબ જ નમ્ર પરિવારથી આવે છે.
સરફરાઝ ખાને ખૂબ જ મહેનત કરી છે. તેના પિતા નૌશાદ પણ ક્રિકેટર બનવા માગતા હતા, પરંતુ દુર્ભાગ્યે તેમનું આ સપનું પૂરું થઈ શક્યું નહોતું પરંતુ એક સુપુત્ર હોવાને નાતે સરફરાઝ પોતાના પિતાનું સપનું પૂરું કરી રહ્યો છે.