સ્પોર્ટસ

મહિલા પેસ બોલર તિતાસ સાધુએ કેમ ઇન્ડિયન ટીમને પાર્ટી આપવી પડશે?

નવી મુંબઈ : પશ્ચિમ બંગાળની ટીનેજ પેસ બોલર તિતાસ સાધુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરીઅરની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવીને ક્રિકેટજગતમાં છવાઈ ગઈ હતી અને શુક્રવારે પોતાની પાંચમી મૅચમાં વિમેન ઇન બ્લુને ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે દમદાર જીત અપાવીને પાછી ફેમસ થઈ ગઈ. તેની બેહદ ખુશી તેને છે જ, તેને વધુ આનંદ એ વાતનો છે કે તેણે સાથી ખેલાડીઓને પાર્ટી આપવાની છે.

2023ની પચીસમી સપ્ટેમ્બરે ચીનના હાંગઝો શહેરમાં તિતાસ સાધુએ શ્રીલંકા સામેની ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલમાં ફક્ત છ રનમાં ત્રણ વિકેટ લીધી હતી જેને કારણે શ્રીલંકન ટીમ 117 રનનો નાનો લક્ષ્યાંક પણ નહોતી મેળવી શકી અને પરાજિત થતાં ભારતીય ટીમ એશિયન ચૅમ્પિયન બની હતી.

એ ફાઇનલ પછી પ્લેયર ઑફ ધ મૅચ જેવા કોઈ અવૉર્ડની જાહેરાત નહોતી કરાઈ, પરંતુ શુક્રવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં તિતાસ સાધુ પહેલી વાર પ્લેયર ઑફ ધ મૅચ બની એટલે તેણે હવે મહિલાઓની ટીમ ઇન્ડિયાને પાર્ટી આપવી પડશે. ખુદ તેણે જ આ ગૂડ ન્યુઝ શુક્રવારે ભારતે અસરદાર પર્ફોર્મન્સથી સિરીઝની પ્રથમ ટી-20માં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યાર પછીના ઇન્ટરવ્યૂમાં આપ્યા હતા.

19 વર્ષની તિતાસ સાધુએ 17 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેણે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું, ‘ટીમમાં પ્રથા છે કે જે પ્લેયર આ પુરસ્કાર જીતે તેણે સાથી ખેલાડીઓને પાર્ટી આપવાની. આ વખતે મારો વારો છે.’

અલીઝા હીલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ટીમ તિતાસ સાધુની ચાર વિકેટ તેમ જ દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલની બે વિકેટને કારણે 141 રનમાં ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ભારતે શેફાલી વર્માના 44 બૉલમાં ત્રણ સિક્સર અને છ ફોરની મદદથી બનેલા અણનમ 64 રન અને સ્મૃત મંધાનાના બાવન બૉલમાં એક સિક્સર તથા સાત ફોર સાથે બનેલા 54 રનની મદદથી 17.4 ઓવરમાં એક જ વિકેટના ભોગે 145 રન બનાવીને વિજય મેળવી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.

કૅપ્ટન હરમનપ્રીત કૌરે મૅચ પછી કહ્યું, ‘અમે છેલ્લી ઘડીએ ટીમમાં વધુ એક પેસ બોલર સમાવવાનો નિર્ણય લઈને તિતાસ સાધુને ઇલેવનમાં લીધી હતી અને તે ઘણું જ સારું રમી. આ નિર્ણય બદલ હું અમારા કોચ (અમોલ મુઝુમદાર)નો આભાર માનું છું.’

ભારત-ઑસ્ટ્રેલિયાની બીજી ટી-20 મૅચ રવિવારે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં જ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure