સ્પોર્ટસ

બોલિંગને લઈ નીરજ ચોપરાએ બુમરાહને શા માટે આપી સલાહ?

નવી દિલ્હીઃ અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટની જ ચર્ચા ચાલી રહી છે. હવે ફરી એક વખત ક્રિકેટ લાઈમ લાઈટમાં આવી છે અને આ વખતે ક્રિકેટ ચર્ચામાં આવવાનું કારણ છે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા. હવે તમને થશે કે નીરજ ચોપરા અને ક્રિકેટનો શું સંબંધ? ભાઈ બઉ ઉતાવળા તમે તો. નીરજ ચોપરાએ ટીમ ઈન્ડિયાના બોલરને તેની બોલિંગ માટે સલાહ આપી છે. આવો જોઈએ શું છે આ સલાહ અને કોણ છે એ ક્રિકેટર.

ખુબ જ ઓછા લોકો જાણે છે કે નીરજ ક્રિકેટમાં પણ વધારે રસ ધરાવે છે અને તાજેતરમાં જ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચ જોવા માટે નીરજ અમદાવાદ પણ ગયા હતા. જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મેચના બે અઠવાડિયા બાદ નીરજ ચોપરાએ ક્રિકેટના વિવિધ પાસાઓને લઈને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

ટોક્યો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ જસપ્રીત બુમરાહને પોતાનો ફેવરિટ ફાસ્ટ બોલર ગણાવ્યો છે. નીરજે જણાવ્યું હતું કે મને બુમરાહ ખૂબ જ ગમે છે, કારણ કે તેની બોલિંગ એક્શન એકદમ અનોખી છે. પણ મને એવું લાગે છે કે બુમરાહે તેનો રન અપ હજી થોડો વધુ લંબાવવો જોઈએ જેથી તેની સ્પીડ વધે. બોલરોને કેવી રીતે સ્પીડ વધારવાની જરૂર છે એના વિશે આપણે ઘણીવાર વાત કરીએ છીએ. પણ જો બુમરાહ થોડો વધુ પાછળથી દોડે તો આ શક્ય બની શકે છે. મને બુમરાહની સ્ટાઈલ ખૂબ જ ગમે છે અને આ વાત હું આ મારા ભાલા ફેંકના અનુભવ પરથી કહી રહ્યો છું.

જોકે, નીરજની આ લાંબા રન-અપ દ્વારા બોલની સ્પીડ વધારવાનો આ સિદ્ધાંત કંઈ ખાસ નવો નથી. મોટાભાગના ફાસ્ટ બોલર કે જેઓ સતત કલાકના 145-150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે છે અને તેઓ ઘણી વખત લાંબા રન-અપ કરે છે. આ તફાવત બુમરાહને અન્ય ફાસ્ટ બોલરથી અલગ તારવે છે. બુમરાહ માત્ર ટૂંકા રન અપ સાથે આટલી ઝડપ હાંસલ કરી શકે છે.

જોકે, બુમરાહને આના માઠા પરિણામ ભોગવવાનો વારો પણ આવ્યો અને તેની પીઠ પર ઈજાઓ થતી રહી. આ કારણે બુમરાહની સ્પીડ પણ ઓછી થઈ ગઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button