સ્પોર્ટસ

Bumraahને જોઈને Ben Stokesએ કેમ આવું રિએક્શન આપ્યું?

જસપ્રીત બુમરાહ પોતાની દમદાર બોલિંગથી એકદમ શાનદાર કમાલ દેખાડી રહ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી બીજી ઈનિંગ વખતે કંઈક એવું થયું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના બોલર બુમરાહ સામે ઈંગ્લેન્ડનો ટીમ કેપ્ટન બેન સ્ટોક્સ બેટ ફેંકીને ખભા ઉલાળી દે છે… આવો જોઈએ આખરે એવું તે શું થયું કે બેન સ્ટોક્સે આવું કરવું પડ્યું હતું…

બીજી મેચમાં પહેલી ઈનિંગ વખતે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ક્રીઝ પર હતો અને બોલર હતો જસપ્રીત બુમરાહ… બોલ થોડો નીચે હતો અને સ્ટોક્સનો ઓફ સ્ટમ્પ્સ ઊડી ગયા હતા. અહીં સુધી તો બધું ઠીક હતું, કારણ કે બુમરાહ માટે આ કમાલ હવે કોઈ નવી વાત નથી રહી. જે ખાસ હતું એ હતું સ્ટોક્સનું રિએક્શન…

બોલ્ડ થયા બાદ સ્ટોક્સનું રિએક્શન એકદમ ખાસ છે. સ્ટોક્સે બેટ પછાડ્યું અને ખભા ઉલાળ્યું અને બુમરાહની સામે હાથ ઊંચા કરી દીધા હતા. કંઈ પણ બોલ્યા વિના.. પછી વાંકા વળીને બેટ ઉપાડ્યું અને પેવેલિયન તરફથી ચાલતો થઈ ગયો.. સ્ટોક્સનું આ રિએક્શન જોતા એવું લાગી રહ્યું છે ભાઈ આ બોલ રમું તો કઈ રીતે રમુ…?

મજાની વાત તો એ હતી કે હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં પણ બુમરાહે બેન સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો અને એ સમયે પણ સ્ટોક્સનું રિએક્શન આવું જ હતું. તે ચોંકી ઉઠ્યો હતો. એ દરમિયાન પણ તેણે પોતાની બોડી લેન્ગ્વેજથી બુમરાહના વખાણ કર્યા હતા. પરંતુ આ વખતના રિએક્શનમાં તો એવું લાગી રહ્યું હતું કે જાણે સ્ટોક્સ પણ પોતાનાથી નારાજ દેખાઈ રહ્યો હતો.

આ છે બુમરાહની કમાલ… બુમરાહની બોલિંગની કમાલ… આ ઈનિંગમાં બુમરાહ બેન સ્ટોક્સથી પહેલાં ઓલી પોપના પણ ડાંડિયા ડૂલ કરી ચૂક્યો હતો. ખેર બુમરાહ અને એની બોલિંગના વખાણમાં અલંકાર અને શબ્દો પણ ઓછા પડી જાય છે, પણ તેના યોર્કર ઓછા નથી પડ્યા. પહેલાં સ્ટોક્સના બોલ્ડનો આ વીડિયો જોઈને તમે પણ એકદમ અવાક થઈ જશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button