'You always have to add little spice', why did Virat say this Aus PM

‘હંમેશાં થોડો મસાલો ઉમેરવો પડતો હોય છે’, વિરાટે કેમ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનને આવું કહ્યું?

કૅનબેરા: ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરામાં ટીમ ઇન્ડિયાની પીએમ ઇલેવન સામેની પ્રેક્ટિસ મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બાનેઝ ભારતીય ટીમને મળવા આવ્યા ત્યારે વિરાટ કોહલીની એક હળવી ટિપ્પણીથી ખૂબ હસી પડ્યા હતા.

ઍન્થની ક્રિકેટ ક્રેઝી છે. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ-કેપ્ટન જસપ્રીત બુમરાહને મળ્યા બાદ તેઓ વિરાટ પાસે પહોંચ્યા ત્યારે બેહદ ખુશી વ્યક્ત કરતા તેમણે વિરાટને કહ્યું, ‘પર્થમાં તમારી સદી જોરદાર હતી. એ પહેલાં અમારી ટીમ બહુ પરેશાન નહોતી.’

એના જવાબમાં વિરાટે પીએમને કહ્યું, ‘હંમેશાં થોડો મસાલો ઉમેરવો પડતો હોય છે.’ આ જવાબ સાંભળીને ઍન્થની હસી પડ્યા અને બોલ્યા, ‘તમે જાણતા જ હશો…એ જ તો ઇન્ડિયાની ખાસિયત છે.’

Also Read….‘…એક-બે મેચમાં સાબિત થઇ જશે’, અજય જાડેજાએ ગૌતમ ગંભીર વિષે કહી મહત્વની વાત

ઍન્થની ત્યાર બાદ આગળ વધ્યા હતા અને રવીન્દ્ર જાડેજા તથા આર. અશ્વિને પોતાની ઓળખ કરાવી હતી.

પર્થની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ભારતના 150 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 104 રન બનાવ્યા હતા. ત્યાર પછી ભારતે 487/6ના સ્કોર પર જે બીજો દાવ ડિક્લેર કર્યો એમાં ઓપનર યશસ્વી જયસ્વાલના 161 રન તથા કેએલ રાહુલના 77 રન હતા અને એમાં વિરાટે અણનમ 100 રન બનાવીને ભારતીય ઇનિંગ્સને વધુ સંગીન બનાવી હતી. ઑસ્ટ્રેલિયા 534 રનના લક્ષ્યાંક સામે 238 રનમાં આઉટ થઈ જતાં ભારતે એ મૅચ 295 રનથી જીતી લીધી હતી.

સંબંધિત લેખો

Back to top button