સ્પોર્ટસ

બંધ રૂમમાં Ishan Kishanને દેખાયું કોનું ભૂત? જોઈને ભાગવા લાગ્યો રૂમથી બહાર…

Team India’s Star Player Ishan Kishan છેલ્લાં કેટલાય સમયથી ગ્રાઉન્ડથી દૂર છે, પણ હવે તેના ફેન્સ માટે ગૂડ ન્યુઝ આવી ગયા છે. ઈશાન કિશનના ફેન્સ હવે તેને 22મી માર્ચથી શરૂ થનારી IPL-2024માં રમતો જોઈ શકશે. પરંતુ આ બધા વચ્ચે ઈશાન કિશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે રૂમમાં ભૂત જોઈને ભાગતો જોવા મળી રહ્યો છે.

IPL-2024માં ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ 24મી માર્ચના ગુજરાત ટાઈટન્સ સામે હશે જ્યારે 27મી માર્ચના સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે બીજી મેચ રમશે. ઈશાન કિશનનો આ વીડિયો 13મી માર્ચના મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઈશાન કિશન એક રૂમમાં જતા જોવા મળી રહ્યો છે. રૂમના દરવાજા પર બહાર ડરના મના હૈની સ્ટિકી નોટ્સ લગાવવામાં આવી છે. આ વાંચીને ઈશાન રૂમમાં પ્રવેશે છે અને તે મિરરની સામે ઊભો રહીને બોટલ ઉછાળીને ગેમ રમવા લાગે છે. પણ પછી મિરરમાં કંઈક એવું થાય છે કે જે જોઈને ઈશાન કિશન ગભરાઈને ભાગવા લાગે છે.

https://twitter.com/i/status/1767762981436158439

આ વીડિયો પર ફેન્સ જાત જાતની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ફેને તો આ વીડિયો પર કમેન્ટ કરતાં ત્યાં સુધી લખી લાખ્યું હતું કે હાર્દિક પંડ્યાથી દૂર રહો. જ્યારે કેટલાક ફેન્સ એવા પણ છે કે જેમને ઈશાન કિશનનો કલરફૂલ શર્ટ ગમી જાય છે.

ઈશાન કિશનના પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈપીએલની 91 મેચમાં તેણે 2324 રન 29.42ની એવરેજ અને 134.26ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. આ સિવાય તેણે 47 વિકેટ પણ લીધી હતી. ઈશાન થોડાક સમય માટે ટીમ ઈન્ડિયાના ઓલ ફોર્મેટ પ્લેયર રહી ચૂક્યો છે, પણ હાલમાં જ બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button