એશિયા કપ 2025: UAE સામે જીતેશ શર્મા કે સંજુ સેમસન કોને મળશે તક? ભારતની સંભવિત પ્લેઇંગ 11

દુબઈ: આજથી એશિયા કપ 2025ની શરૂઆત યુનાઇટેડ અરબ અમીરાત(UAE)માં થવા જઈ રહી છે, ભરતીય ટીમ તેની પહેલી મેચ આવતી કાલે 10 સપ્ટેમ્બરના રોજ UAE સામે રમશે. એ પહેલા ભારતની પ્લેઇંગ 11 કેવી હશે? એ અંગે ચર્ચા થઇ રહી છે. ભારત પાસે એકથી વધીને એક યુવા ખેલાડીઓ છે, જેમાંથી બેસ્ટ 11ની પસંદગી કેપ્ટન સુર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે મુશ્કેલ રહેશે. તેઓ ઓલરાઉન્ડરોને ટીમમાં સામેલ કરીને સંતુલિત ટીમ બનાવવાનો પ્રયાસ કરશે.
નબળી ગણાતી UAE ની ટીમ સામે જીત મેળવવી ભારતીય ટીમ માટે મુશ્કેલ નહીં હોય પણ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચને ધ્યાનમાં રાખીને આ મેચને પ્રેક્ટિસ મેચ જેવી હશે. UAE સામેની મેચથી ભારતીય ટીમ મેનેજમેન્ટને ખ્યાલ આપશે કે પાકિસ્તાન સામેની મેચમાં કેવા કોમ્બીનેશન સાથે ઉતરવું.
સેમસન અને જીતેશ શર્મા?
સ્કવોડમાં સામેલ બે વિકેટકીપર બેટર સંજુ સેમસન અને જીતેશ શર્મામાંથી એકની પસંદગી અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. શુભમન ગિલના વાઈસ કેપ્ટન તરીકે T20 ટીમમાં પરત ફર્યો છે, જે ઓપનરની ભૂમિકા ભજવે એ નક્કી છે, તેની સાથે અભિષેક શર્મા ઓપનીંગમાં બેટિંગ કરવા ઉતરશે. સારા ફિનીશર હોવાથી જીતેશને પ્રાથમિકતા આપવા આવી શકે છે. તેથી સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું મુશ્કેલ છે.
તિલક વર્મા ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે, આ સ્થાન પર તેને શાનદાર પ્રદર્શન કર્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાને બેટિંગ કરવા આવી શકે છે.
ઓલરાઉન્ડર અને બોલિંગ એટેક:
ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હાર્દિક પંડ્યાનું સ્થાન નિશ્ચિત છે, જે ફાસ્ટ બોલર તરીકે ભૂમિકા ભજવી શકે છે. શિવમ દુબે સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં હોઈ શકે છે.
જીતેશ શર્મા સાતમા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે, ત્યાર બાદના સ્થાન પર અક્ષર પટેલ જોવા મળી શકે છે, જે એક સ્પિન બોલિંગ કરે અને સારો બેટર છે.
જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ એટેકની આગેવાની કરશે સાથે અર્શદીપ સિંહ તેને સાથ આપશે.
સ્પિનર તરીકે ભારત પાસે બે વિકલ્પ છે કુલદીપ યાદવા અને વરુણ ચક્રવર્તી, બંને માંથી કોને સ્થાન મળે એ જોવું રહ્યું.
આ પણ વાંચો…આજથી યુએઈમાં ટી-20નો એશિયન જંગ