સ્પોર્ટસ

Kashmirમાં આ કોને મળ્યો Sachin Tendulkar? વીડિયો થયો વાઈરલ…

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા Sachin Tendulkar કાશ્મીરમાં પરિવાર સાથે ફરી રહ્યો છે અને તે ત્યાંથી સરસ ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. આ બધા વચ્ચે સચિન તેંડુલકરે પોતાનું એક વચન પણ પૂરું કર્યું અને આ માટે ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સચિન તેંડુલકરે…

વાત જાણે એમ છે કે ગયા મહિને જ સોશિયલ મીડિયા પર પેરા ક્રિકેટર આમિર હુસૈનનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થયો હતો અને આમિરની સ્ટોરી સાંભળીને સચિને તેને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હવે સચિને પોતાના આ વચનની પૂર્તિ કરતાં આમિરને મળ્યો હતો અને આ મુલાકાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સચિન આમિરના ઘરે જઈને તેના પરિવાર સાથે વાતચીત કરતો જોવા મળે છે.

જમ્મુ-કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામના 34 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈન લોનનો વીડિયો બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો. દિવ્યાંગ આમિર હુસૈને બાળપણમાં જ હાથ ગુમાવી દીધા હતા અને તેમ છતાં તેણે હિંમત હાર્યા વિના પોતાના ખભાવ અને ગરદનની મદદથી બેટ્સમેન કરે છે.

મેદાન પર આમિરના અવિશ્વસનીય કારનામા વિશે જાણ્યા બાદ તેંડુકલરે ગયા મહિને જ એનો વીડિયો રિપોસ્ટ કરીને લખ્યું હતું કે આમિરે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે અને હું એને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છું. આ જોઈને જ ખ્યાલ આવે છે કે રમતને લઈને એનો જુસ્સો કેવો અને કેટલો છે. આશા રાખીએ એક દિવસ હું એમને મળીશ અને એમના નામની જર્સી ખરીદીશ.



આખરે એક મહિના બાદ સચિન તેંડુલકરે પોતાનું વચન પૂરું કર્યું હતું અને આમિરને મળવા માટે એના ઘરે પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર આમિર અને સચિનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button