
પાકિસ્તાની ક્રિકેટર અને ભારતનો ભૂતપૂર્વ જમાઈ શોએબ મલિક ફરી ચર્ચામા આવ્યો છે અને તે પણ ત્રીજી પત્ની સના જાવેદ સાથેના સંબંધોને લીધે. ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા બાદ બન્ને અલગ થયા અને શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના મિર્ઝા સાથે ત્રીજા લગ્ન કર્યા. હવે આ બન્ને પણ છુટ્ટા પડવાના છે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું ત્યારે મલિકે ક્રિએટીવલી આ અફવાઓને રદીયો આપ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો બાદ બન્નેના અલગ થવાની અફવા ઊડી હતી. એક જાહેર કાર્યક્રમમાં કપલ સોફામાં દૂર દૂર બેઠા હતા અને એકબીજાની સામે જોવાની પણ તસ્દી લેતા ન હતા. તેમના બન્નેના હાવભાવ અને અલગ બેસવાનો વીડિયો જોઈને તેઓ વચ્ચે ખટરાગ છે અને તેઓ અલગ થવાના છે, તેવી અફવાએ જોર પકડ્યું હતું. શોએબના અગાઉ પણ બે સંબંધો તૂટી ગયા છે, આથી આ બાબતને ધ્યાનમાં રાખી નેટીઝન્સ ત્રીજા લગ્ન પણ નિષ્ફલ ગયાની કમેન્ટ્સ કરી રહ્યા છે.
હવે શોએબે એક ઈન્સ્ટાપોસ્ટ દ્વારા નેટીઝન્સને જવાબ આપ્યો છે. ક્રિકેટરે પત્ની સના સાથેના વેકેશનના ફોટો અને એક મ્યુઝિક વીડિયો પોસ્ટ કરી બધુ સમુસુતરું હોવાનું જણાવ્યું છે.
તેણે કરોસેલ પિક્સ પોસ્ટ કર્યા છે અને સાથે વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં હૉલીવૂડ સ્યૂડિયો અને કેલિફોર્નિયાની વિવિધ જગ્યાઓના પિક્સ પોસ્ટ કર્યા છે. સાથે પોસ્ટ પણ લખીછે કે પત્ની સાથે ફરવું હંમેશાં સારા દિવસની નિશાની છે. સાતે સનાએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટ મૂકી છે.
સાનિયા સાથે જુદા થયા બાદ 2024માં શોએબે સના સાથે લગ્ન કર્યા હતા. સંબધો તૂટ્યા બાદ સાનિયા ઘણી અપસેટ રહી હતી અને તેણે દીકરા ઈઝહાન સાથે દુબઈ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ તે મુંબઈમાં પણ દેખાતી હોય છે.
આ પણ વાંચો…Sania Mirzaએ ભૂતપૂર્વ પતિ શોએબ મલિકની આ છેલ્લી નિશાની પણ કરી દૂર…