સ્પોર્ટસ
ઈજાથી પરેશાન સૂર્યકુમાર બીજી કઈ મુસીબતમાં ફસાયો?

ટી-20 ઇન્ટરનૅશનલ્સના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવને માથે જાણે ઘાત બેઠી છે. તે પગની ઘૂંટીની ઈજામાંથી માંડ બહાર આવી રહ્યો છે ત્યાં હવે તેણે હરણિયાનું ઑપરેશન કરાવવું પડે એવી હાલત થઈ છે.
સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ઈજા પામ્યા બાદ તે સાજો થવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે અને થોડા અઠવાડિયામાં પાછો રમવા આવશે એવી આશા રખાતી હતી. જોકે હવે તે જો હરણિયાની સર્જરી કરાવશે તો બીજા આઠથી નવ અઠવાડિયા નહીં રમી શકે.
એવું મનાય છે કે તે જર્મનીમાં સર્જરી કરાવશે. મુંબઈનો આ આક્રમક બૅટર રણજી ટ્રોફીમાં તો નહીં જ રમી શકે, માર્ચ-મેની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી શરૂઆતની કેટલી મૅચો ગુમાવશે એ તો આવનારો સમય જ બતાવશે. હાલમાં તે બૅન્ગલુરુની નૅશનલ ક્રિકેટ ઍકૅડમીમાં ઘૂંટીની સારવાર કરાવી રહ્યો છે.