IPL 2024સ્પોર્ટસ

વાનખેડે પછી ઈડન ગાર્ડનમાં શું કર્યું કિંગ કોહલીએ…

કોલકાતાઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના જન્મદિવસ યાદગાર રહી ગયો, જેમાં જન્મદિવસની દુનિયાભરની સેલિબ્રિટીઝે તેને શુભેચ્છાઓ આપી હતી. આજની દક્ષિણ આફ્રિકાની મેચમાં સ્ટાર બેટર રોહિત શર્મા અને શુભમન ગિલ આક્રમક રમવામાં નિષ્ફળ રહ્યા પછી કિંગ કોહલીએ બાજી સંભાળી હતી. વાનખેડે મેચમાં વિરાટ કોહલીએ ડાન્સ કર્યા પછી ઈડન ગાર્ડનમાં પણ ડાન્સ કર્યા બાદ તેના વીડિયો વાઈરલ થયા હતા.
આજની આફ્રિકા સામેની મેચમાં ભારતે મહત્ત્વનો સ્કોર કર્યો હતો. ધીમી બેટિંગ કરીને 121 બોલમાં નોટઆઉટ રહીને 101 રન બનાવ્યા હતા, જેમાં આફ્રિકા સામે 326 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ વખતે કોહલી મસ્ત અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યારે ડાન્સ પણ કર્યો હતો.

https://twitter.com/i/status/1720151595089113406

પાંચમી ઓવર પછી મેદાનમાં વિરાટ કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. બોલીવુડની જાણીતી ફિલ્મ જવાનના ગીત પર ડાન્સ કર્યો હતો. છઠ્ઠી ઓવર શરુ થયા પહેલા મેદાનમાં કિંગ ખાનનું ગીત ચલેયા વગાડવામાં આવ્યું હતું, જેમાં સ્ટેડિયમમાં ગીત વાગતા કોહલી રીતસર ડાન્સ કરવા લાગ્યો હતો. અંતમાં શાહરુખ ખાનના માફક હાથ ફેલાવ્યા પછી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

આ અગાઉ વાનખેડેમાં શ્રી લંકા સાથેની મેચમાં પણ અનિલ કપૂરના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો. શ્રીલંકાની મેચમાં પણ ફિલ્ડિંગ વખતે અનિલ કપૂરની ફિલ્મ રામ લખનના જાણીતા ગીત માઈ નેમ ઈઝ લખન ગીત પર ડાન્સ કર્યો હતો.
કોહલીએ આ વખતની વર્લ્ડ કપની મેચમાં બીજી સદી મારી છે. બાંગ્લાદેશ સામે પુણેમાં મજબૂત બેટિંગ કરી હતી. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી સદી 2011માં બાંગ્લાદેસ સામે કરી હતી. બીજી સદી પાકિસ્તાન સામે 2015માં કરી હતી, ત્યારબાદ 2023 વર્લ્ડ કપમાં બે સદી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button