Rohit Sharmaને લઈને આ શું બોલી ગયો Yashasvi Jaiswal? વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા પર હાલમાં Yashasvi Jaiswalનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં Yashasvi Jaiswalએ એક ફેન ગર્લને જે જવાબ આપ્યો એ સાંભળીને નેટિઝન્સના દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે, પણ એની સાથે સાથે જ યશસ્વીએ પોતાને કોનાથી ડર લાગે છે એ વાતનો ખુલાસો પણ કર્યો હતો.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક ફેન ગર્લ Yashasvi Jaiswalને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને લઈને સવાલ કરી રહી છે જેના જવાબમાં Yashasvi Jaiswalએ જે રીતે રિએક્ટ કર્યું છે એની જ ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
આ વીડિયોમાં એક ફિમેલ ફેન જયસ્વાલ સાથે વાત કરે છે અને રોહિત સાથે વાત કરાવવાની રિક્વેસ્ટ કરે છે. ફિમેલ ફેનની આ રિક્વેસ્ટ પર જયસ્વાલ એકદમ મજેદાર જવાબ આપે છે. એટલું જ નહીં ફિમેલ ફેને જયસ્વાલને કહ્યું કે તમારી બાજુમાં જે ચાલી રહ્યા છે એને દેખાડો ને પ્લીઝ… પણ એના જવાબમાં જ જયસ્વાલ કહે છે કે મને પણ ડર લાગે છે એમનાથી તો… સોશિયલ મીડિયા પર જયસ્વાલનો આ જવાબ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
અત્યારે રાંચીમાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે અને જયસ્વાલ એ સમયે ખૂબ જ ફોર્મમાં છે. સતત ડબલ સેન્ચ્યુરી ફટકારીને જયસ્વાલે આવું કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ચૂક્યો છે. રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગ 353 રન પર આઉટ થઈ ગઈ હતી. સિરીઝમાં અત્યારે ભારત ઈંગ્લેન્ડથી 2-1થી આગળ છે.