ચોથી ટેસ્ટ મેચ જિત્યા બાદ રાંચીમાં આ શું કર્યું Ravindra Jadejaએ? પોસ્ટ થઈ વાઈરલ…

રાંચી ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમે ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી પરાજિત કરી હતી અને આ રીતે પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયન ટીમ 3-1ની સરસાઈથી આગળ ચાલી રહી છે. પરંતુ હવે ચોથી ટેસ્ટ મેચમાં જિત મેળવ્યા બાદ Sir Ravindra Jadejaએ કંઈક એવું કર્યું હતું કે તેમની પોસ્ટ વાઈરલ થઈ રહી છે.
વાત જાણે એમ છે કે કે ચોથી ટેસ્ટ મેચમાં જિત્યા બાદ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે અને પોસ્ટ કર્યા બાદથી જ ફેન્સ રવીન્દ્ર જાડેજાની ફિરકી લઈ રહ્યા છે. એમાં બન્યું એવું હતું કે જાડેજાએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર તેમ જ બેટર એમએસ ધોનીના ઘરની બહાર ફોટો પડાવ્યો હતો અને આ ફોટો તેણે પોતાના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર પોતાના આ ત્રણેય ફોટો શેર કરતાં જાડેજાએ લખ્યું હતું કે લેજેન્ડરી એમએસ ધોનીના ઘરની સામે ફેન તરીકે પોઝ આપવાનો આનંદ જ અલગ છે… જાડેજાની આ પોસ્ટ પર ફેન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે જાડેજાની પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે માહી ભાઈ, હવે તેને અંદર આવવા દો… જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે સાક્ષીભાભીને કહેવું જોઈતું હતું, તેમણે દરવાજો ખોલ્યો હોત. આ રીતે બહારથી કેમ જતા રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે એમએસ ધોનીના નેતૃત્વમાં પાંચ IPL ટ્રોફી જીતી છે. CSKએ IPL 2023નો ખિતાબ જીત્યો હતો. CSK સિવાય માત્ર મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત IPL ચેમ્પિયન બની છે. IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. IPLની 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવવાની છે.