વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો: અલ્ઝારી જોસેફ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર...
સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો: અલ્ઝારી જોસેફ ભારત સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર…

સેન્ટ જોન્સ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. વેસ્ટ ઈન્ડિઝ આ શ્રેણી માટે ભારત આવી ગઈ છે. જોકે, હવે તેમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના સ્ટાર ફાસ્ટ બોલર શમર જોસેફ ઈજાને કારણે પહેલાથી જ આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વધુ એક ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ પણ કમરના નીચેના ભાગમાં ઈજાને કારણે ભારતીય ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફના સ્થાન પર જેડિયા બ્લેડ્સને ટીમમાં સામેલ કરાયો છે. જે હાલમાં નેપાળ સામે ચાલી રહેલી ટી-20 સીરિઝનો ભાગ છે. જોકે, અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને પણ અલ્ઝારીના સ્થાને રમવા માટે કહેવામાં આવ્યું હતું.

જોકે, તેણે મેડિકલ પ્રક્રિયાના કારણે રમવાનો ઈનકાર કરી દીધો હતો. 23 વર્ષીય જેડિયા બ્લેડ્સે હજુ સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું નથી. તેણે કેરેબિયન ટીમ માટે ત્રણ વન-ડે અને ચાર ટી-20 મેચ રમી છે. ભારતનો આ પ્રવાસ તેમના માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. ભારતમાં સ્પિનરો ઝડપી બોલરો કરતાં ટેસ્ટમાં વધુ ભૂમિકા ભજવે છે.

અલ્ઝારી જોસેફ પહેલા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને જોહાન લેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

આ પણ વાંચો…ટીમ ઈન્ડિયા ‘ચેમ્પિયન’ બન્યા પછી સૂર્યકુમાર યાદવે દિલ જીતનારું આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button