સ્પોર્ટસ

કોલકાતામાં રેપ-મર્ડર કેસને લઈ સ્ટેડિયમ બહાર પ્રદર્શન, લાઠીચાર્જ પછી મેચ રદ્દ કરાઈ

કોલકાતાઃ શહેરના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાના કિસ્સામાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની બહારના પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને કારણે સ્ટેડિયમમાં આયોજિત ફૂટબોલની મેચને રદ્દ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરવાને કારણે અમુક લોકોની અટક પણ કરવામાં આવી હતી.

ડૂરંડ કપની 133મી સીઝનની ક્વાર્ટર ફાઈનલ મેચોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અહીંનું સાલ્ટ લેક સ્ટેડિયમ શુક્રવારે બેંગલુરુ એફસી અને કેરળ બ્લાસ્ટર્સ વચ્ચે મેચ રમાશે. કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વ્યાપક વિરોધને પગલે આયોજકોએ શનિવારે મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ વચ્ચેની નિર્ણાયક ડૂરંડ કપ લીગ મેચ રદ કરી હતી.

આ મેચમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મોહન બાગાન ગ્રુપ-એ ટેબલમાં ટોચના સ્થાને રહીને અંતિમ આઠ માટે ક્વોલિફાય થયું હતું. ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં મોહન બાગાનની ટીમ પંજાબ એફસી સામે ટકરાશે. આ મેચ જમશેદપુરમાં રમાશે.

આ પણ વાંચો : ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર

ગ્રુપમાં બીજા સ્થાને રહેલી ઈસ્ટ બંગાળની ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. ટીમ ક્વાર્ટર ફાઇનલમાં શિલોંગ લાજોંગ એફસી સામે ટકરાશે. આ મેચ સાલ્ટ લેક સ્ટેડિયમના બદલે શિલોંગમાં યોજાશે.

ડૂરંડ કપ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ, “શનિવારે સાંજે શિલોંગમાં રમાયેલી એફસી ગોવા અને શિલોંગ લાજોંગ એફસી વચ્ચેની ગ્રુપ એફ મેચ સમાપ્ત થયા પછી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી આઠ ટીમો નક્કી કરવામાં આવી છે. આ પછી આ તમામ ટીમોના પ્રતિનિધિઓએ વીડિયો કોલ દ્વારા યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો, જ્યાં લાઈવ ડ્રો દ્વારા અંતિમ આઠની મેચો નક્કી કરવામાં આવી હતી.

જો મોહન બાગાન અને ઈસ્ટ બંગાળની ટીમો તેમની ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચો જીતવામાં સફળ રહે છે તો તેઓ 31 ઓગસ્ટે સાલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલમાં એકબીજાનો સામનો કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…