ઑસ્ટ્રેલિયાને કેવી રીતે હરાવવું એની બહુ સારી તરકીબ અમારી પાસે છેઃ રબાડા
જૂનમાં લૉર્ડ્સમાં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે થશે મુકાબલો
કેપ ટાઉનઃ અહીં સોમવારે પાકિસ્તાનને બીજી ટેસ્ટમાં 10 વિકેટે હરાવીને સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરનાર સાઉથ આફ્રિકા આગામી જૂનમાં લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે અને એની માઇન્ડ-ગેમ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
સાઉથ આફ્રિકાના ટોચના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ કહ્યું છે કે ઑસ્ટ્રેલિયાને કેવી રીતે હરાવવું એ અમે બહુ સારી રીતે જાણીએ છીએ.' રબાડાનો સીધો સંકેત ભારતીય ટીમ તરફ હશે, કારણકે ભારતે તાજેતરમાં જ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતવા છતાં છેવટે ટેસ્ટ-સિરીઝ 1-3માં પરાજય જોવો પડ્યો.
આપણ વાંચો: પડ્યા પર પાટું: ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને મોટું નુકશાન, આ ક્રમે પહોંચી
રબાડાએ એક જાણીતી ચૅનલના પત્રકાર સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે
11 જૂનની ઑસ્ટ્રેલિયા સામેની ડબ્લ્યૂટીસીની ફાઇનલને આડે હજી ઘણા મહિના છે, પરંતુ અમે અત્યારથી જ એ મુકાબલા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ડબ્લ્યૂટીસી જેવી મોટી મૅચ માટેનો જોશ અત્યારથી આવી જાય.
સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હંમેશાં ઉગ્ર હરીફાઈઓ થઈ છે, કારણકે ક્રિકેટ રમવાની અમારા બન્ને દેશની સ્ટાઇલ એકસરખી છે. અમે અસરદાર રમવામાં કોઈ કસર નથી છોડતાં અને તેઓ પણ અમારી સામે અસરદાર રમવા કોઈ કસર બાકી નથી રાખતા. તેમને કેવી રીતે હરાવવા એની સારી તરકીબ અમારી પાસે છે.’
આપણ વાંચો: IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો
ડબ્લ્યૂટીસીના પૉઇન્ટ્સ-ટેબલમાં સાઉથ આફ્રિકા (69.44 ટકા પૉઇન્ટ-પર્સન્ટેજ) સાથે મોખરે છે, જ્યારે ઑસ્ટ્રેલિયા (63.73 ટકા) બીજા નંબરે છે. બન્ને વચ્ચે ફાઇનલ રમાવાની છે. ભારત (50.00) તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું એટલે ફાઇનલની રેસની બહાર થઈ ગયું હતું. ન્યૂ ઝીલૅન્ડ (48.21) ચોથા નંબરે અને શ્રીલંકા (45.45) પાંચમા ક્રમે રહી ગયું હતું.