વેટરલિફ્ટર મીરાબાઈ ચાનુ જરાક માટે બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ
પૅરિસ : ભારતની ટોચની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ બુધવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં કુલ 199 કિલો વજન ઊંચક્યું હતું અને જરાક માટે ત્રીજા નંબરથી દૂર રહી જતાં બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર 29 વર્ષીય મીરાબાઈએ 49 કિલો વર્ગમાં ભાગ લીધો હતો. તેણે સ્નેચ ડિવિઝનમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્ક ડિવિઝનમાં 111 કિલો વજન ઊંચક્યું હતું.
ચીનની હોઉ ઝિયુઈએ કુલ 206 કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ, રોમાનિયાની મિઆલા વેલેન્ટીના કેમ્બેઈ (કુલ 205 કિલો) સિલ્વર મેડલ અને થાઈલેન્ડની સૂરોચના કામ્બાઓ (કુલ 200 કિલો) બ્રોન્ઝ મેડલ જીતી હતી.
મીરાબાઈએ ક્લીન એન્ડ જર્ક ડિવિઝનમાં પ્રથમ પ્રયાસમાં 111 કિલો વજન ઊંચક્યા બાદ છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ઊંચકવામાં નિષ્ફ્ળ ગઈ હતી. જો તે એમાં સફળ થઈ હોત તો તેના કુલ વજનનો આંકડો 202 કિલો થયો હોત અને તે થાઈલેન્ડની સૂરોચના (200 કિલો)થી આગળ રહી હોત અને બ્રોન્ઝ જીતી ગઈ હોત.
Also Read –