Australiaમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટનને લાગ્યો ચૂનો, કોમેન્ટ્રી વચ્ચે કર્યો ચોંકાવનારો ખુલાસો…
પાકિસ્તાને રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સીરિઝમાં ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. મોહમ્મદ રિઝવાન અને એની ટીમે પર્થમાં ત્રીજી વનટેમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી પરાજિત કર્યું. પાકિસ્તાને ત્રણેય મેચની સિરીઝને 2-1થી પોતાના નામે કરીને 22 વર્ષ બાદ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં પહેલી વનડે સિરીઝ પોતાના નામે કરી હતી. આ યાદગાર જિત વચ્ચે કંઈક એવું પણ બન્યું કે જેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને કમેન્ટેટર વસીમ અકરમને ચૂનો લાગી રહ્યો હતો. આવો જોઈએ શું છે આખી ઘટના અને કોણે વસીમ અકરમને ચૂનો લગાવ્યો-
આ પણ વાંચો: ટેણિયાની બુમરાહ જેવી બોલિંગ-ઍક્શન જોઈને અકરમે કહ્યું, ‘વાહ જી વાહ…’
વાત જાણે એમ છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમને ઓસ્ટ્રેલિયામાં પોતાની બિલાડીના વાળ કપાવવા માટે આશરે 55,275 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ખુદ વસીમ અકરમે આ વાતનો ખુલાસો કોમેન્ટ્રી દરમિયાન કર્યો હતો. આ સાંભળીને અકરમ સાથે કોમેન્ટ્રી કરી રહેલાં કમેન્ટેટર્સ પણ ચોંકી ગયા હતા. અકરમે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં તેને પોતાની બિલાડીના વાળ કપાવવા માટે 1000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવા પડ્યા હતા. જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો 55,274 રૂપિયા થાય છે.
અકરમે ચાલુ કમેન્ટ્રીમાં જણાવ્યું કે ગઈકાલે મેં મારી બિલાડીના વાળ કપાવ્યા અને એના માટે મારે 1000 ડોલર ચૂકવવા પડ્યા હતા, કારણ કે આ માટે તેમણે બિલાડીને બેહોશ કરવી પડી, એને રાખવી પડી, પછી એને ખવડાવવું પડ્યું. પાકિસ્તાનમાં તો આટલી રકમમાં આશરે 200 બિલાડીના હેર કટ થઈ જાય છે.
આ પણ વાંચો: Semi final: પાકિસ્તાનને અભૂતપૂર્વ ચમત્કારની જરૂર, વસીમ અકરમે આપી અનોખી ફોર્મ્યુલા
અકરમની વાત સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યા અને અકરમે આ વાતને થોડી વધારે ડ્રામેટિક ટચ મળે એ માટે આનું બિલ પણ શેર કર્યું હતું અને આ બિલ જોઈને બાકીના કમેન્ટેટર પણ હસી પડ્યા હતા.