વોશિંગ્ટન સુંદર મારી પ્રેરણા: સાંઈ સુદર્શનનો ટેસ્ટ ડેબ્યૂ પહેલા મોટો ખુલાસો

બેકેનહૈમ (બ્રિટન): વોશિંગ્ટન સુંદરની ખૂબ જ ઓછા સમયની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની શાનદાર સફર તેના યુવા સાથી બી સાઈ સુદર્શન માટે પ્રેરણારૂપ રહી છે. સુદર્શન 20 જૂને લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.
વોશિંગ્ટન 2016માં જૂનિયર વર્લ્ડ કપમાં ભારત અંડર-19 માટે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો અને દોઢ વર્ષની અંદર તેણે 18 વર્ષની ઉંમરના ખેલાડી તરીકે ભારત માટે પોતાની પ્રથમ વન-ડે રમી હતી. તેણે 2021માં 20 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા સામે ભારતની બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આપણ વાંચો: CSK સામે શાનદાર ઇનિંગ સાથે વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો, સાઈ સુદર્શનને પણ પાછળ છોડ્યો
વોશિંગ્ટનથી બે વર્ષ જૂનિયર સાઈ સુદર્શને જણાવ્યું કે કેવી રીતે તેના સિનિયર સાથી ખેલાડીની સફર તેને ભારતીય ટીમમાં જોડાવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા પ્રેરણા આપી હતી
સાઈ સુદર્શને ટીમના ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ દરમિયાન બીસીસીઆઇ ટીવીને જણાવ્યું હતું કે મેં તેની સાથે (જૂનિયર સ્તરે) થોડી મેચ રમી છે. તેથી તે હંમેશા ખાસ રહે છે. અમે તેની પાસેથી ઘણી પ્રેરણા લઈએ છીએ અને તેણે ખૂબ જ ઓછા સમયમાં ભારત માટે રમવાનું શરૂ કર્યું તે મારા મગજમાં હતું.
આપણ વાંચો: રાજસ્થાને સાઈ ‘સુદર્શનનો કડવો ઘૂંટ’ પીવો પડ્યો: ગુજરાતના છ વિકેટે ૨૧૭ રન…
વોશિંગ્ટનની પ્રશંસા કરતા ડાબા હાથના બેટ્સમેને કહ્યું હતું કે, “તેણે (વોશિંગ્ટન)આઇપીએલમાં સારુ પ્રદર્શન કર્યું હતુ.. પછી તે દેશ માટે રમ્યો. તેથી ચેન્નઈનો એક ખેલાડી ભારત માટે રમી રહ્યો છે તે મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક હતું. તેને જાણીને અને તેની સાથે રમવાથી મને લાગ્યું કે હું પણ એ જ રીતે રમવા માંગુ છું. તે પ્રેરણાદાયક હતો.”
ભારત માટે નવ ટેસ્ટ, 23 વન-ડે અને 54 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા વોશિંગ્ટને કહ્યું હતું કે, “મારા ઘણા કોચ અને મિત્રો પણ સતત તેમના (સાઈ સુદર્શનના) ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરતા હતા. તે પોતાની રમતમાં સુધારો કરતા રહ્યો અને આગળ વધતો રહ્યો છે.