સ્પોર્ટસ

14,505 ક્રિકેટ બૉલથી બનાવાયો સુવર્ણજયંતીનો સંદેશ, વાનખેડે ગિનેસ બુકમાં

મુંબઈઃ માત્ર મુંબઈ અને ભારતીય ક્રિકેટ જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના રત્ન સમા વાનખેડે સ્ટેડિયમની 50મી જયંતીના અવસરે ગયા અઠવાડિયે શાનદાર ઉજવણી યોજ્યા બાદ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)એ વધુ એક વિરલ સિદ્ધિ મેળવી છે જેને લીધે આ પ્રખ્યાત મેદાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

ક્રિકેટ બૉલથી લખવામાં આવેલા સૌથી લાંબા લખાણ બદલ વાનખેડેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સમાવેશ થયો છે.
ફિફ્ટી યર્સ ઑફ વાનખેડે સ્ટેડિયમ' એવું અંગે્રજીમાં કુલ મળીને 14,505 લેધર બૉલની મદદથી લખવામાં આવ્યું છે. એમાં અડધા ભાગના રેડ બૉલ અને અડધા ભાગના વાઇટ બૉલ છે. આ અપ્રતિમ સિદ્ધિ વાનખેડે સ્ટેડિયમમાં સૌપ્રથમ ટેસ્ટ-મૅચ રમાઈ એને પૂરા થયેલા 50 વર્ષ નિમિત્તે નોંધાઈ છે. એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકે મીડિયાને જણાવ્યું હતું કેવાનખેડે ખાતેની ક્રિકેટ-બૉલ સંબંધિત આ સિદ્ધિ સ્વર્ગીય એકનાથ સોલકર તેમ જ મુંબઈના એવા ભૂતપૂર્વ ખેલાડીઓને અર્પણ છે જેમનું મુંબઈ ક્રિકેટમાં અનેરું યોગદાન રહ્યું છે અને જેઓ હવે આપણી વચ્ચે હયાત નથી.’

Golden Jubilee message made with 14,505 cricket balls, Wankhede enters Guinness Book

આ પણ વાંચો : ટીનેજ છોકરીઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને કચડ્યું, પાકિસ્તાન સ્પર્ધાની બહાર જ ફેંકાઈ ગયું

વાનખેડે ખાતે ગયા અઠવાડિયે વિવિધ સન્માન સમારંભો યોજાયા હતા તેમ જ રવિવાર, 19મી જાન્યુઆરીએ ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં અસંખ્ય ક્રિકેટરો હાજર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button