સ્પોર્ટસ

વિશ્વનાથન આનંદ આવું કેમ કહે છે? `આવતા મહિને કાર્લસનનું આવી જ બન્યું સમજો’

મુંબઈઃ ચેસ (Chess)માં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશ અને બીજો ગ્રેન્ડમાસ્ટર અર્જુન એરીગૈસી આવતા મહિને નોર્વેમાં નોર્વે ચેસ (Norway chess) ટૂર્નામેન્ટમાં ભાગ લેશે એ દરમ્યાન તેમની સામે નોર્વેના જ વર્લ્ડ નંબર-વન ખેલાડી મૅગ્નસ કાર્લસને (Magnus Carlsen) જીતવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે, એવું ભારતના ચેસ-લેજન્ડ વિશ્વનાથન આનંદ (Vishwanathan Anand)નું માનવું છે.

કાર્લસનનું આવતા મહિને આવી જ બન્યું, સમજો એવા અર્થ સાથે આનંદનું દ્રઢપણે માનવું છે કે કાર્લસનને હરાવવા માટે ગુકેશ (D. Gukesh) અને અર્જુન (Arjun Erigaisi) કોઈ કસર નહીં છોડે એટલે કાર્લસન સામેની તેમની ગેમ ભારે રસાકસીભરી બની રહેશે.

આ પણ વાંચો: અર્જુન એરીગૈસી ભારતના ચેસ-સમ્રાટ આનંદ પછીનો એવો બીજો ખેલાડી બન્યો જેણે…

આગામી 26મી મેથી છઠ્ઠી જૂન દરમ્યાન નોર્વેના સ્ટૅવેન્જર સિટીમાં યોજાનારી ચેસ ઇવેન્ટમાં ભારતની બે મહિલા ખેલાડીઓ પણ ભાગ લેશે. એમાં આર. પ્રજ્ઞાનાનંદની મોટી બહેન આર. વૈશાલી અને કૉનેરુ હમ્પીનો સમાવેશ છે.

વિશ્વનાથન આનંદે આ મંતવ્યો તાજેતરમાં મુંબઈમાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ ઍસોસિયેશન ઑફ મુંબઈ (એસજેએએમ) દ્વારા આયોજિત સમારંભમાં વ્યક્ત કર્યા હતા.

આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ

આનંદે એવું પણ કહ્યું હતું કે ખુદ કાર્લસનને ગુકેશ-અર્જુન જેવા યુવાન ખેલાડીઓ સામે હરીફાઈમાં ઊતરવું ગમે છે. કોલકાતાની ઇવેન્ટ હોય કે વર્લ્ડ રૅપિડ બ્લિટ્ઝ, કાર્લસન ક્યારેય રસાકસીથી ડરતો નથી.’ આનંદે ભારતીય ચેસના મુદ્દે કહ્યું હતું કેનોર્વેની આ મહત્ત્વની ઇવેન્ટમાં ભારતના ચાર ખેલાડી ભાગ લેશે એના પરથી જ સ્પષ્ટ થાય છે કે ભારતમાં ચેસની રમતનો કેટલો બધો વિકાસ થઈ ગયો છે. ખાસ કરીને પુરુષોની ચેસમાં અગાઉ કરતાં વધુ વ્યાપકતા અને સુદૃઢ સ્થિતિ જોવા મળી છે. કૉનેરુ હમ્પી હજી પણ અગાઉ જેવી જ સફળતાઓ સાથે હરીફાઈઓમાં ભાગ લઈ રહી છે એ જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button