IPL-2024નો ફીવર લોકો પર એટલો બધો છવાયેલો છે કે નહીં પૂછો વાત. લોકોને જાણે IPL સિવાય ખાસ કંઈ દેખાઈ રહ્યું નથી અને એમાં પણ ખાસ કરીને MS Dhoni અને CSKના ફેન્સની તો વાત જ કંઈક અલગ છે. જે રીતે ગ્રાઉન્ડ પર ખેલાડીઓ કંઈક એવું કરી દેતા હોય છે કે જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે એ જ રીતે ઘણી વખત ચાલુ મેચમાં કમેન્ટેટર કંઈક એવું કહી દેતાં હોય છે કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે.
હાલમાં જ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી Virendra Sehwagએ પણ MS Dhoniને લઈને કંઈક એવું કહ્યું છે કે લોકો એની ચર્ચા કરી રહ્યા છે. આવો જોઈએ એવું તે શું કહ્યું Virendra Sehwagએ…
વાત જાણે એમ છે કે Virendra Sehwag હાલમાં આઈપીએલમાં હિંદી અને હરિયાણામાં કોમેન્ટ્રી આપી રહ્યા છે અને આ દરમિયાન જ તેમણે CSKના એક્સ કેપ્ટન તેમ જ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલની ધડકન MS Dhoni માટે કંઈક એવું નિવેદન આપ્યું હતું કે જેને કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. Virendra Sehwagએ MS Dhoniને વૃદ્ધ અને અજિંક્ય રહાણેને ફિટ કહ્યો હતો જ્યારે કે હાલમાં જ ધોનીએ એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ફ્લાઈંગ કેચ કરી હતી. જેના માટે ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરતાં નહોતા થાકી રહ્યા.
આપણ વાંચો: Virender Sehwag: વીરેન્દ્ર સેહવાગ માટે આજનો દિવસ ખાસ, પાકિસ્તાનના મુલતાનમાં રચ્યો હતો ઈતિહાસ
IPL-2024ની સાતમી મેચ GT Vs CSK વચ્ચે રમાઈ હતી અને આ જ મેચમાં માહીએ વિજય શંકરને કેચ આઉટ કરવા માટે 0.60 સેકન્ડના રિએક્શન ટાઈમમાં 2.3 મીટરની છલાંગ લગાવીને શાનદાર કેચ પકડ્યો હતો અને આ મામલે સહેવાગે સીએસકેની ફિલ્ડિંગના વખાણ કર્યા હતા એ સમયે તેમણે ધોનીને વડીલ કહીને રહાણેને ફિટ કહ્યો હતો.
સહેવાગે જણાવ્યું હતું કે કેચથી તમે મેચ જિતો છે. અજિંક્ય રહાણે અને રચિને સારો કેચ પકડ્યો. બુઝુર્ગ એમએસ ધોનીએ પણ એક કેચ પકડ્યો. સહેવાગની વાત સાંભળીને રોહિત ગાવસ્કરે જણાવ્યું હતું કે તમે રહાણેને બુઝુર્ગ ના કહ્યો… સહેવાગે આગળ એવું પણ જણાવ્યું હતું કે બંનેની ઉંમરમાં અંતર છે અને રહાણે અને ધોનીથી વધુ ફીટ છે. 35 વર્ષ અને 42 વર્ષમાં ખાસ્સો એવો અંતર છે. ધોની હવે વૃદ્ધ થઈ રહ્યો છે અને એમાં કોઈ જ શંકા નથી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેને મજાકિયા અંદાજમાં ધોનીને બુઝુર્ગ કહ્યો હતો…