IPL 2024સ્પોર્ટસ

વિરાટનો પેટ છે કે પટારો? સૅન્ડવિચ, પિઝા, આલૂ-ચાટ, બરફી ઑર્ડર કરી દીધા!

બેન્ગલૂરુ: 16 વર્ષમાં એક પણ વખત ટ્રોફી ન જીતી શકનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) આ વખતે છમાંથી પાંચ મૅચ હારી જતાં 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં છેક તળિયે છે, પણ એના ટોચના ખેલાડીઓ હસતા અને મસ્તી-મજાક કરતા જોવા મળ્યા છે.

જોકે આ થોડું ટ્વીસ્ટ કરીને કહેવાઈ ગયું. ઍડ માટેનું શૂટિંગ હોય એટલે એમાં તો સિરિયસ રહેવાય જ નહીં. એટલે જ ટૉપ-સ્કોરર વિરાટ કોહલી, કૅપ્ટન ફાફ ડુ પ્લેસી અને પેસ બોલર મોહમ્મદ સિરાજે થોડી મસ્તી-મજાક કરી લીધી.

વિરાટ કોહલીને માત્ર ભારતનો જ નહીં, હાલની સમગ્ર ક્રિકેટવિશ્ર્વનો સૌથી ફિટ ખેલાડી માનવામાં આવે છે. સ્વાભાવિક રીતે તે ડાયટ પર પૂરું ધ્યાન આપતો હશે જ. જોકે જાહેરખબરનું શૂટિંગ હતું એટલે તેણે ઑનલાઇન ફૂડ ઑર્ડરમાં રેસ્ટોરાંના મૅનેજરને લાંબીલચક યાદી આપી દીધી.

કોઈને થતું હશે કે શું વિરાટ એક જ લંચ કે ડિનરમાં સૅન્ડવિચ, પિઝા, વિવિધ પ્રકારના આલૂ-ચાટ અને બરફી ખાઈ શકે ખરો? જોકે તેણે એનો ફોન પર ઑર્ડર આપ્યો એટલે બાજુમાં તેના ખભા પર આરામ ફરમાવી રહેલો તેનો કૅપ્ટન ફાફ ડુ પ્લેસી સફાળો જાગી ગયો હતો વિરાટને એકસાથે આટલા બધા જન્ક ફૂડ આપતો સાંભળીને ચોંકી ગયો. તેણે વિરાટનો પૂછી લીધું, ‘સિરિયસલી?’ સિરાજે પણ વિરાટને પૂછ્યું, ‘આ શું! આ તારું ડાયટ છે?’ વિરાટે મોટેથી હસતા તેને હસતાં કહ્યું, ‘અબે…કાહે કી ડાયટ, ખાને દે!’

ઑન કૅમેરા આ ફન-ગેમ બહુ ચાલી, પણ હવે મેદાન પર આવીએ તો 2024માં આરસીબીનું મિશન શરૂઆતથી જ ફેલ થતું જોવા મળી રહ્યું છે. પ્રથમ પરાજય સાથે શરૂઆત કરી અને ત્યાર બાદ એક જીત મેળવીને લાગલગાટ ચાર મૅચમાં હાર જોઈ. ગુરુવારે વાનખેડેમાં મુંબઈ સામે બેન્ગલૂરુના તમામ છ બોલર ખર્ચાળ સાબિત થયા હતા: રીસ ટૉપ્લી (34/0), મોહમ્મદ સિરાજ (37/0), આકાશ દીપ (55/1), ગ્લેન મૅક્સવેલ (17/0), વિજયકુમાર વૈશાક (32/1) અને વિલ જૅક્સ (24/1). મુંબઈના બૅટર્સે એ દિવસે ઓવર દીઠ 12.84ની સરેરાશે રન બનાવ્યા હતા. બેન્ગલૂરુનો સૌથી ઇકોનોમિકલ બોલર વિજયકુમાર વૈશાકે 10.66ની સરેરાશે રન આપ્યા હતા જે ખૂબ વધુ કહેવાય. આકાશ દીપ સૌથી વધુ ખર્ચાળ (3.3-0-55-1) હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button