સ્પોર્ટસ

હવે જાણી લો વિરાટ કોહલી અને અનુષ્કા ક્યાં રહે છે, વાત વાતમાં ક્રિકેટરે રિવીલ કર્યું

લંડનઃ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડનમાં રહે છે. તેમના પુત્ર અકાય કોહલીનો જન્મ પણ લંડનમાં થયો હતો.

કોહલી પરિવાર સાથે લંડનમાં જ સ્થાયી થઈ ગયો છે, પરંતુ વિરાટના એડ્રેસને જાણવા માટે તેના ફેન્સ ઉત્સુક છે, જોકે અત્યારે સુધીમાં તેને પોતાના ઘરનું એડ્રેસ કોઈ પણ જગ્યા પર રિવીલ કર્યુ ન હતું, પરંતુ એક ભૂતપૂર્વ ક્રિકેટરે વાતો વાતોમાં મીડિયામાં જાહેર કરી નાખ્યું હતું. જાણીએ સમગ્ર મામલો.

આપણ વાંચો: એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની શાનદાર જીત વિરાટ કોહલી ખુશખુશાલ; જાણો શું કહ્યું

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ તેને આઈપીએલ 2025માં રમ્યા હતા, જ્યાં તેમની ટીમ આરસીબીએ ટાઈટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે તેને IPLમાંથી પણ નિવૃતિ જાહેર કરી દીધી હતી, ત્યાર બાદ વિરાટ થોડા સમયથી ગાયબ જોવા મળ્યા હતા.

આ વચ્ચે સોમવારે વિરાટ અને અનુષ્કા વિમ્બલ્ડન 2025માં નોવાક જોકોવિકની મેચ જોવા પણ પહોંચ્યા હતા. તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને કોહલીએ જોકોવિકની પ્રશંસામાં એક સ્ટોરી પણ શેર કરી.

આ દરમિયાન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જોનાથન ટ્રૉટે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોહલી લંડનના સેન્ટ જોન્સ વૂડ વિસ્તારમાં રહે છે, જે ઉત્તર-પશ્ચિમ લંડનનો રહેણાંક વિસ્તાર છે. મીડિયા અહેવાલ પ્રમાણે કોહલી નૉટિંગ હિલમાં રહે છે, પરંતુ ટ્રૉટના નિવેદનથી સેન્ટ જોન્સ વૂડમાં રહેતો હોવાની પુષ્ટિ થઈ હતી.

આપણ વાંચો: વિરાટ કોહલીની બહેનએ અનુષ્કા સાથેના સંબંધો અંગે કર્યો ખુલાસો: ખરેખર ખટાશ છે?

ટ્રૉટે રમૂજમાં કહ્યું હતું કે શું તેમને ભારતીય ટીમમાં પાછા લાવવા મનાવી શકાય નહીં?” કોહલીએ 12 મે, 2025ના રોજ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 2024ના ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેમણે ટી20માંથી પણ નિવૃત્તિ લીધી હતી.

હવે કોહલી ફક્ત વન-ડે ફોર્મેટમાં રમે છે, પરંતુ બાંગ્લાદેશ સામેની ઓગસ્ટ 2025ની વન-ડે શ્રેણી એક વર્ષ માટે મુલતવી થઈ છે. ફેન્સને તેમની આગામી મેચની રાહ જોવી પડશે. કોહલીનું લંડન સ્થળાંતર અને તેમનું શાંત જીવન ચર્ચાનો વિષય બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button