સ્પોર્ટસ

ટી-૨૦ ટીમમાં વિરાટ કોહલીની પસંદગીથીઆશ્ર્ચર્ય થયું નથી: ડિવિલિયર્સ

ગકબેરહા : દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડીવિલિયર્સ તેના મિત્ર વિરાટ કોહલીના ટી-૨૦ વર્લ્ડ કપમાં રમવાની સંભાવનાથી બિલકુલ આશ્ર્ચર્યમાં નથી. ડિવિલિયર્સના મતે વિરાટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને ખૂબ સારી રીતે મેનેજ કરી છે.
કોહલીએ છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટી-૨૦ મેચ રમી હતી. તે અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણી માટે પરત ફરી રહ્યો છે અને તે સિરીઝની અંતિમ બે મેચ રમશે. ડી વિલિયર્સે અહીં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પીટીઆઈને કહ્યું હતું કે , મને જરા પણ આશ્ર્ચર્ય નથી. હું વિરાટ અને રોહિત માટે ખૂબ જ ખુશ છું. તમે તમારી શ્રેષ્ઠ ટીમ મોકલીને ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા માગો છો. અહીં સાઉથ આફ્રિકા ટી-૨૦ લીગમાં કોમેન્ટેટર તરીકે હાજર રહેલા ડી વિલિયર્સે કહ્યું, “હું સમજી શકું છું કે ટીકા થઈ રહી છે કારણ કે યુવાનો અને તે ખેલાડીઓ જેઓ સતત ટી-૨૦ રમી રહ્યા છે તેમની પાસેથી તક છીનવાઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button