Team Indiaની જીત પર Virat Kohli એ કરી આવી પોસ્ટ, મિનિટોમાં થઈ વાઈરલ…
Virat Kohliએ IND Vs ENG વચ્ચે રાંચી ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજી ટેસ્ટ પોતાના નામ પર કરી હતી. દરમિયાન ટીમ ઈન્ડિયાની જીત પર વિરાટ કોહલીએ કરેલું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની ખુશીનો પાર નથી કારણ કે તેના ઘરે પુત્રત્નની પધરામણી થઈ છે. વિરાટ કોહલી હાલમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર છે. તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. કોહલીએ ટેસ્ટમાંથી નામ પાછું લેતા ફેન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા હતા, પણ આખરે હકીકત ખબર પડતાં જ તેના ફેન્સ પણ ખુશીના માર્યા ફૂલ્યા નહોતા સમાતા.
કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી અપરાજિત સરસાઈ મેળવવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા. કોહલીએ એકસ (પહેલાંનું ટ્વીટર) પર પોસ્ટ કર્યું હતું કે, ‘યેસ, અમારી યુવા ટીમ દ્વારા મહત્વની સિરીઝમાં શાનદાર જીત… ટીમના દરેક પ્લેયરે ધૈર્ય, દ્રઢતા અને પોતાનું 100 ટકા પ્રદર્શન આપ્યું હતું.
અહીંયા તમારી જાણ માટે કે વિરાટે હંમેશા ટેસ્ટ ક્રિકેટને પ્રયોરિટી આપી છે અને આ પહેલાં પણ જ્યારે વામિકાનો જન્મ થયો હતો ત્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો અને અધવચ્ચે જ તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છોડીને ભારત પાછો આવી ગયો હતો.
વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપતું કરેલું આ આ ટ્વીટ મિનિટોમાં વાઈરલ થઈ ગયું હતું. લોકોને પણ વિરાટ કોહલીએ કરેલી ટ્વીટમાં શું છે એ જાણવામાં રસ હતો.
વિરાટ કોહલી IND Vs ENG વચ્ચે રમાઈ રહેલી આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને હવે તે સીધો ઈન્ડિયન પ્રીમિયર લીગ lpl-2 024માં રમતો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાંચીમાં રમાયેલી 4થી ટેસ્ટ જીતવાની સાથે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પણ 3-1થી જીતી લીધી છે.