Virat Kohliને કારણે ચર્ચામાં આવેલું આ પ્લાન્ટ બેઝ મીટ છે શું?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ની તગડી ફેન ફોલોઈંગ છે અને ફેન્સની નજર કિંગ કોહલીની લાઈફસ્ટાઈલ પર કેટલી હોય છે એનો અંદાજો આજે તેના કથિત નોન વેજ ખાતા વાઈરલ થયેલાં વીડિયો પરથી આવી જ ગયો હશે. ખેર, આ વીડિયોમાં વિરાટ કોહલી શું ખાઈ રહ્યો છે એ તો ખ્યાલ નથી આવ્યો, પણ આ કારણે એક નવો જ શબ્દ સામે આવ્યો છે પ્લાન્ટ બેઝ મીટ.
હવે તમને પણ પણ સવાલ તો થયો જ હશે ને કે ભાઈ આ હવે પ્લાન્ટ બેઝ મીટ કઈ બલાનું નામ છે અને તે હોય છે શું ડોન્ટ વરી આજે અમે અહીં તમારા માટે આની વિસ્તૃત માહિતી લઈને આવ્યા છીએ. આવો જોઈએ શું છે આ પ્લાન્ટ બેઝ મીટ…
પ્લાન્ટ બેઝ મીટને અલગ અલગ પ્રકારની વેજ વસ્તુઓથી તૈયાર કરવામાં આવે છે અને એવો પ્રયાસ કરવામાં આવે છે કે આ જોવામાં અને ખાવામાં મીટ જેવા લાગે. બજારમાં કેટલાય પ્રકારના અલગ અલગ પ્લાન્ટ બેઝ મીટ અવેલેબલ છે, જેને પ્રિઝર્વ કરીને રાખવામાં આવે છે. આ કોઈ નવી વસ્તુ નથી. પ્લાન્ટ બેઝ મીટથી બનેલી બર્ગરની ટિક્કી, કબાબનો સમાવેશ થાય છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 206 ઈસા. પૂર્વે ટોફુને મીટના વિકલ્પ તરીકે પહેલી વખત ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને સમયથી સાથે એની ડિમાન્ડ વધી રહી છે. હવે અનેક કંપનીઓ વિવિધ પ્લાન્ટ પર આધારિત મીટ બનાવવાનું શરૂ કર્યું છે.
વાત કરીએ પ્લાન્ટ બેઝ મીટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એની તો તે ગ્લૂટન, આલુ સ્ટાર્ચ, મટર પ્રોટીન, મસૂરની દાળ, નારિયેળનું તેલ, બીજ, મેવા અને વિવિધ શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. જો તમે ચિકન નથી ખાઈ શકતાં તો તમે પ્લાન્ટ બેઝ મીટનો ઉપયોગ કરી શકો છો અને એમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. જો તમે નોનવેજીટેરિયન છો અને વેજીટેરિયન લોકો સાથે પાર્ટી કરી રહ્યા છો તો પ્લાન્ટ બેઝ મીટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે
વાત કરીએ વિરાટ કોહલીની તો વિરાટ કોહલી એ વીગન છે અને તેણે વર્ષો પહેલાં માંસાહાર છોડી દીધું છે અને તે હવે પ્લાન્ઝ બેઝ મીટ ખાવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં તો તે માંસાહાર કરે છે કે એવું કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું પણ આ વિવાદને કારણે કોઈ નવી વસ્તુ જાણવા મળી એ વાતમાં કોઈ શંકા નથી.