કિંગ કોહલીનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ; આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યો

મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ODI મેચની સિરીઝમાં ભારતે 2-1થી જીત મળેવી, આ સિરીઝ જીત માટે ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી સૌથી મહત્વનો ફાળો ભજવ્યો. સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો. આ સાથે, વિરાટે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હવે તે પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર ખેલાડી બનીગયો છે.
વિરાટે સિરીઝની ત્રણ મેચમાં કુલ મળીને 302 રન બનાવ્યા, એક સિરીઝમાં અત્યાર સુધીનો તેનો સર્વોચ્ચ સ્કોર છે. પહેલી બે મેચમાં તેણે સદી અને ત્રીજી મેચમાં અણનમ ફિફ્ટી ફટકારી હતી.
માસ્ટર બ્લાસ્ટરને પાછળ છોડ્યા:
સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવવાના મામલે વિરાટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી પણ આગળ નીકળી ગયો છે. સચિન તેંદુલકરને 19 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતાં. ગઈ કાલે વિરાટને 20મી વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો.
સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનારા ખેલાડીઓ:
- વિરાટ કોહલી(ભારત)- 20 વખત
- સચિન તેંડુલકર(ભારત)-19 વખત
- શાકિબ અલ હસન(બાંગ્લાદેશ)- 17 વખત
- જેક્સ કાલિસ(દક્ષિણ આફ્રિકા)-14 વખત
- સનથ જયસૂર્યા (શ્રીલંકા)-13 વખત
- ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલીયા)-14 વખત
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં:
નોંધનીય છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટે લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ બે મેચમાં 0 રનમાં આઉટ થયો હતો, જેને કારણે તેના ફોર્મ પર સવાલ ઉઠ્યા હતાં. ત્યાર બાદ ઓસ્ટ્રેલીયા સામેની છલ્લી મેચમાં વિરાટે અણનમ 74 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચમાં વિરાટે 135, બીજી મેચમાં 102 અને ત્રીજી મેચમાં 65* ની ઇનિંગ રમીને ટીકાકારોના મોં પર તાળા મારી દીધા. આ નવમી વખત વિરાટે સતત ચાર ઇનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પુરા કરવાથી વિરાટ કોહલી માત્ર 25 રન દૂર છે.



