સ્પોર્ટસ

વિરાટ કોહલીએ અચાનક 191 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી! જાણો શું છે કારણ

મુંબઈ: ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર (Virat Kohli on Social media) છે. વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 271 મિલિયન ફોલોઅર્સ છે અને X પર 67.7 મિલિયન ફોલોઅર્સ છે. એવામાં વિરાટે કંઈક એવું કર્યું છે જેની ચર્ચા થઈ રહી છે. વિરાટ કોહલીએ ગઈ તેની ઇન્સ્ટાગ્રામ ફીડમાંથી 191 પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઘણા પ્રમોશનલ વીડિયો ડિલીટ કર્યા છે. વિરાટ કોહલીને દેશ અને દુનિયાની ઘણી કંપનીઓ તરફથી પ્રમોશનલ ઑફર્સ મળતી રહે છે, જેના વિડીયો અને ફોટોઝ વિરાટ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રમોશનલ વીડિયોથી ભરેલું રહે છે. સંખ્યાબંધ પોસ્ટ ડિલીટ કર્યા બાદ, હવે તેનું એકાઉન્ટ પહેલાની જેમ માત્ર વ્યક્તિગત ફોટોઝ સાથે ક્લીન દેખાઈ રહ્યું છે

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામની મેઈન ટાઇમલાઇનમાંથી બધી પેઇડ પાર્ટનરશીપ કન્ટેન્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દૂર કર્યા. કેટલીક પોસ્ટ્સને રીલ્સ સેક્શનમાં શિફ્ટ કરી છે, જેના કારણે હવે વિરાટની ઇન્સ્ટાગ્રામના ફીડમાં વ્યક્તિગત ક્ષણો જેમ કે જીમ સેશન્સ, પ્રેક્ટીસના ફોટા, ફેમિલી ટાઈમ અને તેમની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ One8 સંબંધિત અપડેટ્સ જ જોવા મળે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી CSK ના બોલર્સ પર ભારે પડશે? CSK સામે વિરાટનું શાનદાર પ્રદર્શન

કોહલી અને તેની ટીમ દ્વારા આ પગલા પાછળ કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ એવી અટકળો છે કે વિરાટ વ્યક્તિગત જીવન પર વધુ ધ્યાન આપવા આવું કર્યું છે.

IPL 2025માં RCB અને વિરાટનું પ્રદર્શન;

IPL 2025માં RCB સારું પ્રદર્શન કરી રહી છે. વિરાટ કોહલી સારું પ્રદર્શન કરી રહ્યો છે. RCB એ અત્યાર સુધી આ IPL સિઝનમાં ચારમાંથી ત્રણ મેચ જીતી છે. RCB IPL પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. RCB જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તે જોતાં લાગે છે કે આ વખતે ટીમ પ્લેઓફમાં સરળતાથી પહોંચી જશે. RCBના ચાહકોને આશા છે કે આ વખતે ટીમ IPL ટ્રોફી જીતશે. આ સિઝનમાં અત્યાર સુધી વિરાટ કોહલીએ 4 મેચ રમી છે અને 164 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને થશે ફાયદો, જાણો લેટેસ્ટ અપડેટ…

વિરાટ કોહલી ભારતના મહાન ખેલાડીઓમાંનો એક છે. ભારતને 2024 માં T20 વર્લ્ડ કપ જીત અપાવ્યા બાદ, કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કોહલીએ ભારત માટે 125 ટી-20 મેચોમાં 48.69ની સ્ટ્રાઇક રેટથી 4188 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 38 અડધી સદીનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button