એક મકાઈનો ડોડોની કિંમત 500 રુપિયા?, જાણીતા ક્રિકેટરની રેસ્ટોરાના ભાવ સોશિયલ મીડિયા પર વાઈરલ
એક સમય એવો હતો કે વિશ્વ પ્રસિદ્ધ હોટેલ તાજમાં એક ચાના કપના રૂ. 75 હતા અને સાંભળી લોકોની આંખો ફાટી જતી હતી, પરંતુ આજકાલ હાઇફાઈ લાગતા રેસ્ટોરમાં સાવ સામાન્ય વસ્તુઓના ભાવ આસમાને હોય છે અને મોટે ભાગે તેમની ફૂડ આઈટમ્સના નામ પણ તમને સમજાતા નથી કે તમને ખબર નથી પડતી કે ખરેખર ખાવામાં શું આવશે.
આવો જ અનુભવ હૈદરાબાદની એક યુવતીને થયો છે અને તેણે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટ વધારે વાયરલ એટલા માટે થઈ રહી છે કારણ કે તેનો કૉ-ઑનર સેલિબ્રેટેડ ઈન્ડિયાન ક્રિકેટર વિરાટ કોહલી છે. One8 commune નામની રેસ્ટોરાંમાં આ યુવતી ગઈ હતી અને તેણે Peri Peri Corn Ribs નામની વાનગી ઓર્ડર કરી હતી, જેના વિશે માહિતીમા લખ્યું હતું કે મકાઈને ગાર્લિક સૉસ, ચીઝ વગેરે સાથે સર્વ કરવામાં આવશે. આ આઈટમનો ભાવ રૂ. 525 હતો. યુવતીએ ઓર્ડર આપ્યો અને તેણે જોયું ત્યારે તે ચક્ક થઈ ગઈ કારણ કે તેને માત્ર એક મકાઈ પોટાની ત્રણ ચાર સ્લાઈસ ગાર્નિશિંગ સાથે સર્વ કરવામાં આવી હતી અને સાથે સાવ થોડું એવું ડીપ આપવામાં આવ્યું હતું.
યુવતીએ આ પોસ્ટ શેર કરતા અમુક યુઝર્સ મજાક ઉડાવી રહ્યા છે જ્યારે અમુકે લખ્યું છે કે આ પ્રકારના રેસ્ટોરાં પોતાના ફૂડ પર નહીં પણ એમ્બિયન્સ, સર્વિસ અને ઑવરઑલ એક્સપિરિયન્સના પૈસા લઈ રહ્યા છે.
આ પણ વાંચો : વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?
તો એક યુઝરે પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે જે આ ચેઈન ઓફ રેસ્ટોરાંના બેંગલોર આઉટલેટનો છે.
જે કંઈ હોય પણ 500 રૂપિયાનો મકાઈ પોટો તો ન જ પોસાય હો.