સ્પોર્ટસ

માત્ર ક્રિકેટ જ નહીં, ભક્તિમાં પણ લીન! વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે અયોધ્યામાં હનુમાન ગઢી પહોંચ્યા; જુઓ VIDEO

અયોધ્યા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) તાજેતરમાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. નિવૃત્તિ બાદ તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઝૂકી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા બાદ હવે વિરાટ કોહલી તેમની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યા છે. અને તેમણે હનુમાનગઢી ખાતે દર્શન કર્યા હતા.

ભક્તિભાવમાં લીન જોવા મળ્યા વિરાટ

અયોધ્યામાં, વિરાટ અને અનુષ્કાએ લગભગ 1000 વર્ષ જૂના પ્રાચીન હનુમાન ગઢી મંદિરમાં પૂજા-પાઠ કરી હતી. સમાચાર એજન્સીના વીડિયોમાં, મંદિરના પૂજારી તેમને વિધિવત પૂજા કરાવતા જોવા મળી રહ્યા છે, જેમાં વિરાટ કોહલી પણ ભક્તિભાવમાં લીન જોવા મળ્યા હતા. તેમણે મંદિરમાં મસ્તક નમાવી ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. પૂજા-અર્ચના બાદ, બંનેએ મંદિર પરિસરમાં થોડો સમય પણ વિતાવ્યો હતો.

IPL ની 18મી સીઝનમાં વ્યસ્ત

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હાલમાં IPL ની 18મી સીઝનમાં વ્યસ્ત છે, જ્યાં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમનો હિસ્સો છે. ચાલી રહેલી સીઝનમાં RCB નું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે અને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચૂકી છે.

આપણ વાંચો:  સતત ત્રીજા દિવસે પ્લે-ઑફની ટીમને ઊતરતા ક્રમની ટીમે હરાવી…

સંબંધિત લેખો

Back to top button