વિરાટ હવે ODIમાંથી પણ નિવૃત્તિ લેશે? આ ફોટોને કારણે લાગી રહી છે અટકળો, ધોનીની દાઢી સાથે શું છે કનેક્શન?

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની ગણના ક્રિકેટ જગતના સૌથી મહાન બેટરમાં થાય છે. T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ હાલ માત્ર ODI મેચમાં જ બ્લુ જર્સીમાં રમતો જોવા મળે છે. ચાહકોને આશા છે કે વિરાટ ODI વર્લ્ડકપ 2027માં પણ રમતો જોવા મળે, પણ છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિરાટ આ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી (Virat Kohli Retierment) શકે છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોને કારણે વિરાટની ODIમાંથી નિવૃત્તિની ચર્ચાને જોર મળ્યું છે.
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, આ ફોટોમાં લંડનમાં ક્લિક કરવામાં આવ્યો છે. ફોટોમાં વિરાટની દાઢીમાં સફેદ વાળનું પ્રમાણ વધારે (Virat Kohli grey beard) દેખાય છે, જેના કારણે તેની દાઢી ગ્રે કલરની દેખાય છે. જેને કારણે વિરાટ ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
નોંધનીય કે વિરાટ હાલ 36 વર્ષનો છે, થોડા દિવસોમાં તે 37 વર્ષનો થઇ જશે, આ ઉંમરે તેના દેખાવને કારણે ઘણી અટકળો લાગી રહી છે.
અગાઉ પણ આપી ચુક્યો છે સંકેત!
વિરાટ છેલ્લે 10 જુલાઈના રોજ યુવરાજ સિંહ સાથે એક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય અંગે વાત કરી હતી. વિરાટે કહ્યું, “મેં બે દિવસ પહેલા જ મારી દાઢીને કલર કર્યો છે. જ્યારે તમને દર ચાર દિવસે તમારી દાઢીને કલર કરવાની જરૂર પડે ત્યારે તમને ખબર પડી જાય છે કે સમય આવી ગયો છે.”
ધોનીની દાઢી સાથે શું છે કનેક્શન:
વિરાટે રમુજ ખાતર આ વાત કહી હતી પણ તેની રમૂજ પાછળ ઘણા સંકેતો છુપાયેલા હોઈ શકે છે. નોંધનીય છે કે રીટાયરમેન્ટ પહેલા એમએસ ધોનીની સફેદ દાઢી પણ ચર્ચામાં રહી હતી. જ્યારે કોહલીએ 2022માં ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, ત્યારે તેની પત્ની અનુષ્કાએ પોસ્ટ કરેલા એક ફોટોના કેપ્શનમાં લખ્યું હતું, “મને યાદ છે કે એમએસ (ધોની) તું અને હું વાત કરી રહ્યા હતા અને તે મજાક કરી રહ્યા હતા કે તારી દાઢી કેટલી ઝડપથી સફેદ થવા લાગશે. અમે એ સમયે ખૂબ હસ્યા હતાં. તે દિવસથી, મેં તારી દાઢી સફેદ થવાની સાથે વધતા પણ જોઈ છે.”
હવે વિરાટ ક્યારે રમતો જોવા મળી શકે છે?
કોહલી આ મહિને ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સીઓમાં જોવા મળ્યો હોત, પરંતુ ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રહેવાથી ચાહકોને તેને રમતો જોવા રાહ જોવી પડશે. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ત્રણ ODI અને પાંચ T20I મેચ રમવા માટે ઓસ્ટ્રેલિયા જશે ત્યારે કોહલી ODI મેચમાં જોવા મળી શકે છે.
આપણ વાંચો: રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…