વિરાટે યુવાન ક્રિકેટરને ખાસ ભેટ આપીને દિલ જીતી લીધા
બેન્ગલૂરુ: અહીં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ન રમાઈ એટલે બન્ને ટીમના ખેલાડીઓ તેમ જ હજારો પ્રેક્ષકો અને અગણિત ટીવી દર્શકો નિરાશ થયા હશે, પરંતુ એક યુવાન ક્રિકેટર માટે આ દિવસ જરૂર યાદગાર બની ગયો.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે જેમાં વિરાટ યુવા ખેલાડીને ખાસ ગિફ્ટ આપી રહેલો જોવા મળે છે.
વાત એવી છે કે વિરાટે બેન્ગલૂરુમાં એક યુવા ખેલાડીને પોતાના ઑટોગ્રાફવાળું બૅટ ગિફ્ટ આપ્યું હતું.
આપણ વાંચો: વિરાટ કોહલી સ્પિનર્સની જાળમાંથી કેવી રીતે બહાર આવશે? ચાહકો ચિંતામાં છે
વીડિયોમાં વિરાટ મેદાન પર એ ખેલાડી સાથે વાતચીત કરી રહેલો જોવા મળે છે. યુવા ખેલાડીઓને વિરાટના હસ્તે મળતી આવી ભેટ તેમનો ઉત્સાહ ઘણો વધારી દે છે. વિરાટે આ ગિફ્ટ આપીને અનેક ક્રિકેટપ્રેમીઓના દિલ પણ જીતી લીધા છે.
દરમ્યાન વરસાદને કારણે પ્રથમ દિવસની રમત નહોતી થઈ શકી. ગુરુવારના બીજા દિવસે પણ વરસાદ પડવાની સંભાવના છે.
બીજી ટેસ્ટ 24મી ઑક્ટોબરથી પુણેમાં અને છેલ્લી ટેસ્ટ પહેલી નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.