મેચ દરમિયાન Virat Kohli જે ચોકલેટ ખાય છે એની કિંમત જાણો છો?

ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલી (Virat Kohli)ની ફેન ફોલોઇંગ એકદમ તગડી છે. વિરાટ કોહલી પોતાની મોટી મોટી ઈનિંગ્સ માટે જ નહીં પણ પરફેક્ટ ફિટનેસ રૂટિન માટે પણ જાણીતા છે. કોહલી ક્રિકેટ મેચ દરમિયાન એક ચોકલેટ ખાય છે એની કિંમત જાણો છો? ચાલો તમને આ વિશે જણાવીએ-
અનેક વખત ચાલુ મેચ દરમિયાન વિરાટ કોહલીને પીચ પર ચોકલેટ ખાતો જોવામાં આવ્યો છે. આ ચોકલેટ જેલી ફોર્મમાં હોય છે જેને કારણે વિરાટને ખૂબ જ ફાયદો થાય છે. વિરાટ કોહલી જે ચોકલેટ ખાય છે એ ચોકલેટ કંપની લંડનની છે. અને છ પેકમાં આવે છે. ભારતમાં આ ચોકલેટની કિંમત 5000 રૂપિયા જેટલી છે, એવો દાવો કરવામાં આવે છે.

વિરાટ કોહલી આઈપીએલની મેચ દરમિયાન એક વખત આ ચોકલેટ ખાતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો અને ફેન્સે સવાલ કર્યો હતો કે આખરે કોહલી આ ચાલુ મેચમાં ખાઈ શું રહ્યું છે.
ચોકલેટની કિંમત વિશે વાત કરી લીધા બાગ આગળ વધીએ અને વાત કરીએ તેની ખાસિયત વિશે તો આ ચોકલેટમાં કાર્બોહાઈડ્રેટ્સ અને કેફેન હોય છે. લાંબો સમય સુધી એક્ટિવિટી કર્યા બાદ શરીરનો થાક દૂર થાય છે. કોહલી પણ જ્યારે ચાલુ મેચ દરમિયાન થાક અનુભવે છે ત્યારે ત્યારે તે ચોકલેટ ખાતા જોવા મળે છે. આ ચોકલેટના સેવન વિરાટ તરત રિકવરી માટે કરે છે.
રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો આ એક ચોકલેટ 100 ગ્રામની હોય છે અને ઓનલાઈન શોપિંગ પોર્ટલ્સ પર ઉપલબ્ધ છે. કેટલાક લોકો કહે છે કે આ એક પ્રકારનું ડ્રગ્સ છે. જોકે, આ એક એનર્જેટિક ચોકલેટ છે, જેને કારણે ખેલાડીને રમવાની એનર્જી મળે છે. કોહલીના ભૂતપૂર્વ સાથી એબી ડિવિલિયર્સે પણ જણાવ્યું હતું કે કોહલીને ડાર્ક ચોકલેટ ખૂબ જ પસંદ છે.