સ્પોર્ટસ
કિંગ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ પૂર્ણ; ODIમાં સર્જ્યા આ 17 મોટા રેકોર્ડ્સ

મુંબઈ: ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીની ગણતરી ઈતિહાસના મહાન ક્રિકેટરોમાં થાય છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ પદાર્પણના કર્યાના આજે 17 વર્ષ પુરા થયા છે. 18 ઓગસ્ટ 2008 પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી હતી, ત્યારે કદાચ વિરાટને પોતાને પણ જાણ નહીં હોય કે તે એક દિવસ ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકરની હરોળમાં આવી જશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટની કારકિર્દી ખતમ થવાને આરે છે, તે ટેસ્ટ અને T20I માંથી નિવૃત્તિ લઇ ચુક્યો છે. ટૂંક સમયમાં તે ODIમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ તે યુવા ક્રિકેટરો માટે હંમશા પ્રેરણા રૂપ રહેશે.
આ પણ વાંચો: કિંગ કોહલી 50 રન પાર કરે એટલે જીત્યા જ સમજો! જાણો કેવી રીતે…
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટે 17 વર્ષમાં બનાવેલા રેકોર્ડ્સની યાદી ખુબ જ લાંબી છે, તેણે ODI ક્રિકેટમાં બનાવેલા 17 ખાસ રેકોર્ડ્સ પર નજર કરીએ;
- ICCએ વિરાટને ODI ક્રિકેટર ઓફ ધ ડિકેડ જાહેર કર્યો છે
- વિરાટને 4 વાર ICC ODI ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે
- વિરાટ 4 વખત ICC ODI ટીમ ઓફ ધ યરનો કેપ્ટન રહી ચુક્યો છે
- ODI માં સૌથી વધુ એવરેજ: 57.88 (3000થી વધુ રન)
- વિરાટ ODI વર્લ્ડ કપ 2011 જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યો
- વર્ષ 2013 અને 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો ભાગ રહ્યો
- ODI વર્લ્ડ કપ 2023 માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો
- ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિરાટના નામે છે, તેણે ODI વર્લ્ડ કપ 2023માં કુલ 765 રન બનાવ્યા હતાં
- કોઈ દ્વિપક્ષીય ODI સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ વિરાટના નામ છે, તેણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં 558 રન બનાવ્યા હતાં
- ODI ફોર્મેટમાં સૌથી વધુ સદી વિરાટના નામે છે, સચિન તેંદુલકરથી આળગ નીકળી તેણે 51 સદી ફટકારી છે
- ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાર બેટરની યાદીમાં વિરાટ ત્રીજા સ્થાને છે, તેણે ODIમાં કુલ 14,181 રન બનાવ્યા છે.
- ODI ફોર્મેટમાં સૌથી વધુ વખત 50+ રન બનાવવા મામલે વિરાટ બીજા સ્થાને છે, તેણે 125 વાર 50+ સ્કોર બનાવ્યો છે.
- ODI ક્રિકેટમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ ટોચ પર છે, તેણે શ્રીલંકા સામે 10 સદી ફટકારી છે.
- સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000, 12000, 13000, 14000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટના નામ પર છે
- ODI ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાના મામલમાં વિરાટ બીજા સ્થાને છે, તેણે 161 કેચ પકડ્યા છે
- 16 . ODI માં સૌથી વધુ વાર પ્લેયર ઓફ ધ સિરીઝ બનવા મામલે વિરાટ બીજા સ્થાને છે, તેને 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો છે.
- ODIમાં સૌથી વધુ વાર પ્લેયર ઓફ ધ મેચ ટાઇટલ જીતવા મામલે વિરાટ ત્રીજા સ્થાને છે, તે 43 વખત પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ ચુક્યો છે.