સ્પોર્ટસ

વિરાટ કોહલીના સાવ સસ્તામાં ડાંડિયા ડૂલ… હજારો પ્રેક્ષકો સ્તબ્ધ

નવી દિલ્હી: વિરાટ કોહલી 12 વર્ષે રણજી ટ્રોફીમાં પહેલી વખત રમ્યો અને ફક્ત 14 બૉલ સુધી ક્રીઝમાં ટકી શક્યો હતો અને 15મા બૉલ પર ટે આઉટ થઈ ગયો હતો.આજે અહીં રેલવે સામેની મૅચમાં વિરાટ તેના ફક્ત 6 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. વિરાટે 14 બૉલ ખૂબ સાવચેતીપૂર્વક અને સંઘર્ષભરી સ્થિતિમાં રમી લીધા હતા અને તેણે એક ફોર પણ ફટકારી હતી, પરંતુ રેલવેની ટીમ વતી રમતા દિલ્હીના જ 29 વર્ષના ફાસ્ટ બોલર હિમાંશુ સંગવાનના બૉલમાં વિરાટનું ઑફ સ્ટમ્પ ઉડી ગયું હતું.

Also read:વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?

વિરાટ આટલો જલ્દી આઉટ થઈ જતા હજારો પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગઈકાલે અને આજે હજારો લોકો માત્ર વિરાટને જોવા માટે આ રણજી મુકાબલો જોવા આવ્યા હતા.વિરાટે ઑફ સ્ટમ્પની જરાક બહારના બૉલમાં શૉટ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેના બૅટ અને પૅડ વચ્ચે મોટો ગૅપ રહી ગયો હતો અને બૉલ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો અને ઑફ સ્ટમ્પ નીકળી ગયું હતું.વિરાટની વિકેટ વખતે દિલ્હીનો સ્કોર ત્રણ વિકેટે 86 રન હતો.રેલવેએ ગુરુવારે પ્રથમ દાવમાં 241 રન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button