મુંબઈમાં આ શું કરતાં જોવા મળ્યા Virat Kohli-Anushka Sharma? વીડિયો થયો વાઈરલ…
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયો હતો અને આ હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પોતાની પત્ની અને બી-ટાઉનની એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ગઈકાલે મુંબઈના નેસ્કો ખાતે આયોજિત અમેરિકન ગાયક કૃષ્ણા દાસના કિર્તનમાં સામેલ થયા હતા અને એના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ વીડિયો અને ફોટોમાં અનુષ્કા ભીડમાં ઊભી રહીને તાળીઓ પાડતી અને કિર્તનમાં મગ્ન જોવા મળી રહી છે. બીજી બાજું વિરાટ પણ કૃષ્ણભક્તિમાં લીન જોવા મળ્યો હતો.
| Also Read: ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિતે આપ્યા આવા સંકેત
મળી રહેલી માહિતી પ્રમાણે કાર્યક્રમના આયોજકોએ કરવા ચોથા દિવસે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું હતું અને વીડિયો અને ફોટો શેર કરતાં લથખ્યું હતું કે શાંતિનો અનુભવ કરવા અને આશિર્વાદ લેવા માટે વિરાટ અને અનુષ્કા કૃષ્ણા દાસ લાઈવમાં અમારી જોડાયા હતા. વિરાટ અને અનુષ્કાની હાજરીએ સામુહિક ભક્તિને બળ આપ્યું હત અને આ જ કારણે અમારા માટે આજની આ સાંજ વધારે ખાસ બની ગઈ. અનુષ્કા અને વિરાટનો ભજન-કિર્તનનો આનંદ માણતો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
જોકે, આ પહેલી વખત નથી કે વિરાટ અને અનુષ્કા આ રીતે કૃષ્ણભક્તિમાં લીન જોવા મળ્યા હોય. આ પહેલાં પણ બંને જણ જુલાઈ મહિનામાં લંડનમાં યોજાયેલા કૃષ્ણા દાસના કિર્તનમાં સહભાગી થયા હતા. વાત કરીએ વિરાટના ગેમની તો વિરાટ છેલ્લી વખત ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ખાતે પહેલી ટેસ્ટ મેચ રમ્યો હતો અને આ મેચ ટીમ ઈન્ડિયા આઠ વિકેટથી હાર ગઈ હતી. હવે વિરાટ કોહલી મુંબઈમાં કિર્તનનો આનંદ ઉઠાવ્યા બાદ હવે પુણે જવા માટે રવાના થઈ ગઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. સિરીઝમાં 1-0થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટમાં ઉતરીને સિરીઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે.
| Also Read: કિવી મહિલા ક્રિકેટરનાં એક હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી અને બીજાં હાથમાં ચિલ્ડ બિયરનું કૅન…
અનુષ્કા શર્માની વાત કરીએ તો અનુષ્કા શર્મા જુલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સ્પ્રેસથી કમબેક કરવાની હતી, પરંતુ બીજી વખત માતા બન્યા બાદ હજી સુધી આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે શાહરુખ ખાન પણ જોવા મળ્યો હતો.