સ્પોર્ટસ

વિરાટ-અનુષ્કાએ આઠમી મૅરેજ ઍનિવર્સરી ઉજવી

નવી દિલ્હીઃ ક્રિકેટર વિરાટ કોહલી અને ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ ગુરુવારે આઠમી મૅરેજ ઍનિવર્સરી (Anniversary) ઉજવી હતી. વિરાટ તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની છેલ્લી વન-ડે રમ્યા બાદ તરત જ લંડન જવા રવાના થઈ ગયો હતો.

અનુષ્કાએ પ્રથમ લગ્નતિથિ બાદ વિરાટને વિશ્વના ` ગ્રેટેસ્ટ’ પુરુષ તરીકે ઓળખાવ્યો હતો. બન્નેને સોશ્યલ મીડિયા પર લગ્નતિથિ બદલ અનેક ચાહકોના અભિનંદન તથા શુભેચ્છા મળ્યા છે.

`રબ ને બના દી જોડી’ અને `બૅન્ડ બાજા બારાત’ ફિલ્મની અભિનેત્રી અનુષ્કાએ વિરાટ સાથે 2017ની 11મી ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યા હતા. વર્તમાન ભારતના આ બેસ્ટ સેલિબ્રિટી કપલ તરીકે ઓળખાય છે.

વિરાટ (virat) અને અનુષ્કા (Anushka) ઘણા સમયથી બન્ને બાળકો સાથે લંડનમાં રહે છે. વિરાટ હવે જાન્યુઆરીમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી વન-ડે સિરીઝ પહેલાં ભારત પાછો આવશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button