ક્રિકેટ ફેન દાદીએ જીત્યું દિલ: ભારત-પાક. ફાઇનલ મેચની આખી વાત કહી સંભળાવી, જુઓ વિડીયો

ભારતને ‘ક્રિકેટ પ્રધાન દેશ’ કહેવામાં આવે છે, લગભગ દરેક ઘરમાં ક્રિકેટની રમતના ચાહકો હોય છે. બાળક, યુવાન કે વૃદ્ધ દરેક ઉંમરના લોકો ક્રિકેટનો આનંદ માણતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ અંગે વિગતે વાત કરી રહી છે. ક્રિકેટ ફેન દાદીનો આ વિડીયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ જ પસંદ પડી રહ્યો છે.
એક મહિલાએ છુપાઈને તેની દાદીનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલોડ કર્યો હતો, જેમાં દાદી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમાયેલી એશિયા કપ 2025ની ફાઈનલ મેચ વિષે વાત કરી રહ્યા છે.
વિડીયોમાં દાદી પંજાબી ભાષામાં કહી રહ્યા છે કે શુભમન ગિલ અને બીજા બે ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને મેચ જીતાડી. દાદી કહે છે કે પાકિસ્તાને પહલા બેટિંગ કરીને 147 રણ બનાવ્યા હતાં, જેમાં જવાબમાં ભારતે 149 બનાવ્યા અને જીત મેળવી. દાદી ભારતીય ખેલાડીઓ કેવી બેટિંગ કરી એની વિગતે માહિતી આપે છે.
સોશિયલ મીડિયા યુઝર્સને દાદીનો આ વિડીયો ખુબ પસંદ પડી રહ્યો છે. આ વિડીયોને લાખો વ્યુઝ અને લાઈક્સ મળી ચુક્યા છે. લોકો કમેન્ટ્સમાં પણ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને દાદીના ક્રિકેટ જ્ઞાનના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો…ટીમ ઇન્ડિયાના હકની એશિયા કપની ટ્રોફી ક્યાં છે? નકવીએ સ્ટાફને કહી દીધું છે કે…