
India vs Pakistan: ભારત-પાકિસ્તાનના મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ફરી એક વખત બાજી મારી હતી. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટથી ધૂળ ચટાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. મેચ દરમિયાન કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. જે બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.
ભારતે 242 રનનો લક્ષ્યાંક 42.3 ઓવરમાં 244/4ના સ્કોર સાથે હાંસલ કરીને 29 વર્ષે પહેલી વાર આઇસીસી ટૂર્નામેન્ટનું યજમાનપદ મેળવનાર પાકિસ્તાનને સ્પર્ધાથી લગભગ બહાર કરી દીધું હતું. ભારતે 2017ની ગઈ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં થયેલી હારનો પાકિસ્તાન સામે બદલો લઈ લીધો હતો. ભારત મેચ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. સોશિયલ મીડિયા યૂઝર્સે અનેક પ્રકારના મીમ્સ વાઇરલ કરીને મજા માણી હતી.
Also read: વિરાટ સામે વામણા પુરવાર થયા પાકિસ્તાનીઓ…
ટોસ જીત્યા બાદ પાકિસ્તાને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતે 241 રન સુધી મર્યાદીત રાખ્યું હતું. પાકિસ્તાન તરફથી શકીલે સર્વાધીક 62 રન બનાવ્યા હતા. રિઝવારને 46 રન અને ખુશદીલે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 49 રનમાં 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 31 રનમાં 2 વિકેટ, હર્ષલ રાણાએ 30 રનમાં 1 વિકેટ, અક્ષર પટેલે 49 રનમાં 1 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 40 રનમાં 1 વિકેટ લીધી હતી.